તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાળવણી:કચ્છના 1895 બૂથ માટે ઇવીએમ મશીનની કરાતી ફાળવણી,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ

ભુજ, નાના અંગિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા, તાલુકા પંચાયતની બેઠકો માટે આજે ઇવીએમ ફાળવાશે
 • ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલતી કામગીરી

સ્થાનિ સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શનિવારે ભુજથી જિલ્લાના 1895 મતદાન મથકો માટે ઇવીએમ, બેલેટ પેપરની ફાળવણીની કામગીરી શરૂ કરાઇ હતી. સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ઉપયોગમાં લેવાના થતા અને રિઝર્વ રાખવાના ઇવીએમ મશીનની ફાળવણી કરાઇ હતી. બે દિવસીય કામગીરીના પ્રથમ દિવસે ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી અને મુન્દ્રા-બારોઇ નગરપાલિકાના 461 મતદાન મથકો માટે ચૂંટણી અધિકારીઓની હાજરીમાં કલેક્ટર કચેરીએથી ઇવીએમ, બેલેટ પેપરની ફાળવણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરાઇ હતી.

આ ઉપરાંત રવિવારે સવારે 10 અને બપોરે 3 કલાકે એમ બે ભાગમાં જિલ્લાના દશ તાલુકાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો દીઠ કુલ 1434 મતદાન મથકો માટે ઇવીએમ, બેલેટ પેપરની ફાળવણી કરવામાં આવશે. જિલ્લા કક્ષાએથી ફાળવાતા ઇવીએમ સ્થાનિકે વેરહાઉસમાં, સક્ષમ અધિકારીના સીલ, સિક્કા સાથે સુરક્ષિત રાખવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વીવીપેટનો ઉપયોગ ન કરાતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

તાલુકામાં પ્રિસાઇડીંગ, ઝોનલ ઓફિસરોને તાલીમ
જિલ્લા મથક ભુજ સહિત તમામ તાલુકાઓમાં ચૂંટણીને અનુલક્ષી પ્રિસાઇડીંગ અને ઝોનલ ઓફિસરોને પ્રથમ તબક્કાની તાલીમ અપાઇ હતી. ભુજમાં ટાઉનહોલ, નખત્રાણામાં પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે યોજાયેલી તાલીમમાં સામાજિક અંતર , હેન્ડ વોશ, સેનેટાઇઝર સાથે રાજ્ય ચૂંટણીપંચની માર્ગદર્શિકા અને સરકારની ગાઈડલાઈન મુજબ તાલીમ અપાઇ હતી. આ તકે સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

આચારસંહિતા ભંગની પણ એક ફરિયાદ આવી : તપાસ ચાલુ કરાઇ
ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે આચારસંહિતા લાગુ પડી જતી હોય છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની ચૂંટણીઓને લઇને અમલી આચારસંહિતા વચ્ચે જિલ્લામાં આચારસંહિતા ભંગની ફરિયાદ આવી છે. જે અંગે વિશેષ અહેવાલ માંગવામાં આવ્યો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો