તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂના મેસેજમાં ચેડા કર્યા બાદ તેને વાયરલ કરીને મુંબઇમાં વસતા કચ્છીઓમાં ટ્રેનોની ટીકિટ બાબતે ભ્રામક વાતો ફેલાવાઇ રહી છે, જેથી કોઇએ ગેરમાર્ગે દોરાવવુ નહી તેવી અપીલ કચ્છ પ્રવાસી સંઘ તરફથી કરાઇ છે. મુંબઇ થી કચ્છ માટે હાલમાં ૩ ટ્રેનો કાર્યરત છે. જેમાં કચ્છ એકસપ્રેસમાં સ્લીપરમાં 490, 3એસીમાં 1250, 2એસીમાં 1750 અને 1એસીમાં 2915 રૂપિયા છે તો બીજી તરફ સયાજી નગરી એકસપ્રેસમાં સ્લીપરના 450, 3એસીના 1250, 2 એસીના 1600 અને 1એસીના 2660 રૂપિયા છે. તો એસી સુપરફાસ્ટ એકસપ્રેસમાં 3ACના 1250, 2એસીના 1750, 1ACના 2925 રૂપિયા છે.
હાલમાં ઘણાં ગ્રુપ માં સંસ્થા દ્વારા નવેમ્બર ૨૦ માં જાહેર કરેલ મેસેજ ફોરવર્ડ થઈ રહ્યો છે. કોઈક વિઘ્ન સંતોષીઓએ જુનાં મેસેજ સાથે ચેડાં કરી સંસ્થા નામે ફોરવર્ડ કરી રહ્યા છે. આવાં મેસેજ થકી પ્રવાસીઓ અવઢવમાં છે. સંસ્થાનું નામ બદનામ કરવાની હીન પ્રવૃત્તિ કરાતી હોવાનો આક્ષેપ કર્યો છે. મુંબઇ આવતાં પ્રવાસીઓ માટે CTPCR સર્ટીફીકેટ ફરજિયાત નથી. રેલ્વે સ્ટેશને પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવે છે. આજથી મુંબઈ લોકલ ટ્રેનમાં માસ્ક તથા I CARD નું ચેકીંગ ચુસ્તપણે થઈ રહ્યું હોવાનું નિલેશ શ્યામ શાહે જણાવ્યું હતું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.