માનવવધનો આક્ષેપ:રેમડેસિવિરના અભાવે મૃત્યુ પામનારાનું સામૂહિક માનવવધનો આક્ષેપ કરાયો

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોજદારી કાર્યવાહી નહી કરાય તો ફરિયાદી કોર્ટના દરવાજા ખટખટાવશે

કોરોનાને ભારતે 2020ના માર્ચ માસમાં મહામારી જાહેર કરી છે અને લાંબા સંશોધનો બાદ કોરોનાને નાથવા અેન્ટી વાયરલ ડ્રગ્સ રેમડેસિવિરને કારગત ગણાઈ છે. અામ છતાં રેમડેસિવિર ઈન્જેકશન વિતરણ નોડેલ અધિકારીઅે બેદરકારી દાખવી છે, જેથી અસંખ્ય કોરોનાગ્રસ્તો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. જેમના ડેથ સર્ટિફિકેટના અાધારે સામૂહિક માનવવધનો ગુન્હો દાખલ કરવો જોઈઅે. જો અેવું નહીં કરાય તો કોર્ટમા પ્રાઈવેટ ફોજદારી ફરિયાદ કરાશે. અેવું ભુજ શહેરના જોડિયા માધાપર ગામના દલિત અેક્ટિવિસ્ટે જણાવ્યું છે.

દલિતન અેક્ટિવિસ્ટ ધીરજ જી. ગરવાઅે વિસ્તૃત રીતે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ કોવિડ-19 ચીન દેશના વુહાન શહેરથી સમગ્ર દુનિયામાં પ્રસર્યો છે. ભારતમાં રેગ્યુલેટરી અને કન્ટ્રોલમાટે અાદેશો જારી કર્યા છે. ગુજરાત સરકાર દ્વારા કચ્છ કલેકટર મારફતે રેમડેસિવિર ઈન્જેકશન વિતરણ અને દર્દીઅોને અાપવા ચોક્કસ પ્રકારની ગોઠવણ કરી છે. રેમડેસિવિર ઈન્જેકશન જીવનરક્ષક પ્રકારની દવા અને શિડ્યુલ અેચ માં સમાવિષ્ટ કરાઈ છે.

જેના જરૂરી દસ્તાવેજો પણ નિયત કરાયા છે, જેમાં દવા કાયદા હેઠળ નિયુક્ત અોથોરેટી દર્દીઅો, અોથોરિટી હોસ્પિટલને પૂરી પાડવામાં બંધાયેલા છે. જિલ્લા પુરવઠા અધિકારીને વિતરણ નોડેલ અધિકારી નિયુક્ત કર્યા છે અને 4 સદસ્યોની સમિતિ પણ બનાવાઈ છે. પરંતુ, નોડેલ અધિકારી અને સમિતિના સદસ્યોઅે ભેદભાવ અને બેદરકારી દાખવી છે, જેથી કચ્છ જિલ્લામાં અસંખ્ય દર્દીઅોના કોરોનાથી મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...