તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:નાડાપા તોડ પ્રકરણમાં આગોતરા રદ્દ થતા કથિત પત્રકારો પોલીસને શરણે

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખનીજના કેસમાં ફીટ કરવાની ધમકી અાપી 1.20 લાખ પડાવી લીધા હતા
  • સોમવારે અેક અારોપીના જામીન રદ્દ થતા મંગળવારે બંને રજૂ થયા

ભુજ તાલુકાના નાડાપા ગામે ખેતીની જમીનમાં જેસીબીથી વાડ બનાવી રહેલા ચાલક અને માલિકનો વિડીયો બનાવી વાહન જપ્ત કરવાની ધમકી અાપી બે કથિત પત્રકારોઅે 1.20 લાખ પડાવી લેવાના બનાવમાં પદ્ધર પોલીસે બંને સામે ગુનો નોંધાયો હતો. અેક અારોપીઅે અાગોતરા જામીન માટે અરજી કરતા ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને અરજી નામંજુર કરાઇ હતી. ગુનો ગંભીર હોવાથી અાગોતરા રદ્દ થયા અને બંને કથિત પત્રકાર પોલીસને શરણે થયા હતા.

નાડાપાના બનાવમાં પદ્ધર પોલીસ મથકે જયદીપગીરી ગુંસાઇ (રહે. ભુજ) અને ભાવેશ ડાંગર (રહે. માધાપર) સામે ગુનો નોંધાયો હતો. બંને અારોપી સ્વતંત્રભૂમિ સમાચારના પત્રકાર બની નાડાપાના શખ્સને ખનીજ ચોરીના કેસમાં ફસાવી દઇ, વાહનો જપ્ત કરાવી દેવાનો ડર બતાવી 1.20 લાખ પડાવી લીધા હતા. પદ્ધર પોલીસ મથકે ગુનો નોંધાતા અારોપી ભાવેશ ડાંગરે અાગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી.

અા અંગે પદ્ધર પોલીસ મથકના અેસ. અાર. જાડેજા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, અાઠમાં અેડીશનલ સેશન્સ કોર્ટમાં અારોપી ભાવેશ હરીભાઇ ડાંગર (રહે. માધાપર)વાળાઅે અાગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. સોમવારે તેની અરજીની સુનાવણી હતી, જેમાં તપાસનીશ અધિકારી, સરકારી વકીલ અને અારોપીના વકીલે દલીલો કરી હતી. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને અાગોતરા જામીન નામંજુર કર્યા છે.

ભાવેશ ડાંગરના અાગોતરા જામીન રદ્દ થયા બાદ મંગળવારે જયદીપ ગોસ્વામી અને ભાવેશ ડાંગર બંને જણા પોલીસની શરણાગતી સ્વિકારી હતી. જે અંગે પદ્ધર પોલીસ મથકના જાડેજાઅે સમર્થન પણ અાપ્યું હતું. કોવીડ ટેસ્ટ કર્યા બાદ અાગળની કાર્યવાહી હાથ ધરવામાં અાવશે તેવુ ઉમેર્યું હતું. નોંધનીય છે કે, અા સમગ્ર બનાવમાં મામલો પ્રથમ અેસ.પી. પાસે પહોંચ્યા બાદ પદ્ધર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, પદ્ધર પોલીસે માહિતી ખાતા પાસેથી અા કથિત પત્રકારોનું રજીસ્ટ્રેશન થયેલું છે કે કેમ તે અંગે વિગતો પણ મંગાવી છે.

અન્ય સમાચારો પણ છે...