તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાણી પુરવઠા વિભાગમાં કથિત ભ્રષ્ટાચાર અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં પણ વિલંબ થઈ રહ્યો છે અને આ અંગે સંલગ્ન કચેરીઓના કર્મચારીઓ દ્વારા ધાકધમકી કરાતી હોવાનો આક્ષેપ અરજદારે કર્યો હતો. ઉપરાંત ગાંધીનગર સ્થિત ઊચ્ચ અધિકારીઓ દ્વારા આ કેસ રફેદફે કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું કહ્યું હતું. ચોથી ડિસેમ્બરે પ્રધાનમંત્રી પોર્ટલ પર ફરિયાદ કરી આ કૌભાંડી કર્મચારીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત સજ્જડ પુરાવા હોવા છતાં ત્રણ વર્ષથી કોઈ કારણસર પ્રશ્નોનું નિરાકરણ કરાયું નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાંચ વખત અરજી કરેલ છે, તેમજ રૂબરૂ જઈ આવ્યા બાદ પણ કોઈ પ્રત્યુતર મળ્યો નથી. લોકો સમક્ષ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરતા અરજદાર ભરત અજાણીએ જણાવ્યું હતું કે, ધાકધમકી કરી મારો અવાજ દબાવવા પ્રયાસ કરાઈ રહ્યો છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.