તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:ભુજમાં ઠેકેદારને ઈન્ટરલોકનું કામ બારોબાર આપ્યાના આક્ષેપ

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાના પદાધિકારીઅો વિરુદ્ધ ‘અે’ ડિવિઝન પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ

ભુજ નગરપાલિકાઅે ટેન્ડરિંગ પ્રક્રિયા વિના ખાનગી પેઢીને સંસ્કાર નગરમાં ઈન્ટર લોકનું કામ સોંપ્યાની ભુજ ‘અે’ ડિવિઝન પોલીસ સ્ટેશને લેખિતમાં ફરિયાદ કરાઈ છે. ફરિયાદમાં જણાવાયું છે કે, ભુજ નગરપાલિકામાં કોઈપણ કામ કોઈપણ અેજન્સીને અાપવાનું હોય અને તે કામની કિંમત 20 હજારથી વધારે હોય ત્યારે ગુજરાત મ્યુનિસિપલ અેકટની કલમ 67 મુજબ પ્રોસીઝર ફોલો કરવાની રહે છે, જેમાં ટેન્ડર મારફતે ભાગ મંગાવવાના રહે છે, જેથી સ્પર્ધાત્મક ભાવથી સરકારી નાણાનો બગાડ થતો અટકાવી શકાય.

પરંતુ, ભુજ નગરપાલિકાઅે 2019ની 24મી સપ્ટેમ્બરે સંસ્કાર નગર રોડમાં ઈન્ટરલોકનું કામ કપિલ કન્ટ્રકશનવાળાને અાપી દીધું છે. જેને કારોબારી સમિતિઅે મંજુરી પણ અાપી છે, જેથી લોકો અને સરકારને અાર્થિક નુકસાન પહોંચ્યું છે. અામ, ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી નીતિન બોડાત, પ્રમુખ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા સીધા જવાબદાર છે. જેમણે ઠેકેદાર સાથે મળીને પૂર્વ અાયોજિત કાવતરું રચી સરકારને નુકસાન પહોંચાડ્યું છે. જવાબદાર અધિકારીઅોનું નોટિસ દ્વારા ધ્યાન દોર્યું છે. અામ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી, જેથી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવું છું.

ઠેકેદારને વાર્ષિક ભાવથી કામ સોંપાયું છે : ચેરમેન
ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન ભરત રાણાઅે જણાવ્યું હતું કે, ઠેકેદારને વાર્ષિક કરારથી કામ સોંપાયું છે, જેમાં 5 લાખ રૂપિયાની અંદર ખર્ચ હોય તો ટેન્ડરિંગ પ્રક્રિયાની જરૂર રહેતી નથી. 5 લાખ રૂપિયાની ઉપર કામ હોય તો જ ટેન્ડરિંગ પ્રક્રિયા કરવી પડે. ફરિયાદીને કદાચ પૂરી માહિતી નહી હોય અેટલે ફરિયાદ કરી હશે. અાવા કામમાં કાયદાકીય જોગવાઈઅો જાણ્યા બાદ જ કામ સોંપાતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો