તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કચ્છ યુનિવર્સિટીના તમામ છાત્રો શ્યામજી કૃષ્ણવર્માના વંશજ છે

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એચ.બી. પલણ કોલેજના છાત્રો દ્વારા શેરી નાટક રજૂ કરાયું

ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્માના જીવનચરિત્ર પર 15 મિનિટનું શેરી નાટક અેચ.બી. પલણ કોમર્સ કોલેજ દ્વારા રજૂ કરાયું હતું. અાજની પેઢીના વિદ્યાર્થીઅો અા ક્રાંતિ ગાથાને સુંદર રીતે સમજે તે હેતુથી અા શેરી નાટક ભજવાયું હતું. શું અાપ કચ્છના શ્યામજીને અોળખો છો તે મથાળાથી અા શેરી નાટકમાં છાત્રો જોડાયા હતા. અેચ. બી. પલણ કોલેજ અોફ અાર્ટસ અેન્ડ કોમર્સના વિદ્યાર્થીઅો દ્વારા કચ્છ યુનિવર્સિટીનો દરેક વિદ્યાર્થી શ્યામજી કૃષ્ણવર્માને અોળખે અને તેમની ક્રાંતિલીલા કચ્છની ધરાના દરેક યુવાન સુધી પહોંચે તે હેતુથી અેક શેરી નાટકનું અાયોજન કરવામાં અાવ્્યું હતું. શું અાપ કચ્છના શ્યામજીને અોળખો છો તે ટાઇટલથી અા શેરી નાટકના લેખક નિર્દેશક ડો. શિલ્પાબેન ભટ્ટ અને કચ્છના શ્યામજીની કાંતિલીલા સાંકળી હતી. સ્વરાંકન વિદ્યાર્થી અંજલી સેવક દ્વારા કરાયું હતું. યાદવ વંશનો કોઇ વંશજ રહ્યો ન હતો તેમ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્માને કોઇ વંશજ ન હતા પરંતુ કચ્છ યુનિ.ના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ હાલમાં અભ્યાસ કરતા દરેક છાત્ર તે શ્યામજી કૃષ્ણવર્માના વંશજ છે. કચ્છ યુનિ. સંલગ્ન સંલગ્ન અેચ. બી. પલણ કોલેજના 25 વિદ્યાર્થીઅો દ્વારા અા નાટક પ્રસ્તુત કરવામાં અાવ્યું હતું. કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજાઅે વિદ્યાર્થીઅોઅે રજૂ કરેલા શેરી નાટક બદલ અભિનંદન પાઠવ્યા હતા. કોલેજના ટ્રસ્ટી કિરણભાઇ શાહ દ્વારા નાટક તૈયાર કરવામાં રવિભાઇ કોટક, ઝીલબેન પંડયા, શિલ્પાબેન વાઘાણીને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...