તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • All The Laborers Inside Were Injured When The Jeep Overturned Outside The Galant Company Near Samakhiyali Village In Bhachau Taluka.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ભચાઉ તાલુકાના સામાખીયાળી ગામ નજીક ગેલન્ટ કંપની બહાર જીપ પલ્ટી મારતા અંદર બેઠેલા તમામ મજૂરો ઇજાગ્રસ્ત

ભુજ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડ્યુટી પુરી કરીને ઘરે જતા મજૂર બન્યા અકસ્માતનો શિકાર
 • ડ્રાયવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

ભચાઉ તાલુકાના સામાખીયાળી સ્થિતિ લોખન્ડના સરિયા બનાવતી ગેલન્ટ કંપનીના અંદાજિત 12થી 13 મંજૂરો પોતાની નોકરીનું કાર્ય પૂરું કરી પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે જીપ પલ્ટી મારી જતાં અંદર બેઠેલા તમામ મજૂરોને ઇજાઓ પહોંચી હતી. જોકે, સદનશીબે કોઇ જાનહાની થઇ નહોતી.

આજે સવારે સામાખીયાળી સ્થિતિ લોખન્ડના સરિયા બનાવતી ગેલન્ટ કંપનીના મજૂરો પોતાનું કામ પતાવી જીપમાં ઘરે જઇ રહ્યા હતા ત્યારે કંપની બહારના માર્ગ પર તુફાન જીપના ડ્રાયવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા જીપકાર પલ્ટી મારી ગઈ હતી જેમાં સવાર મજૂરોને ઓછીવતી ઇજા પહોંચી હતી.

ગેલન્ટ કમ્પનીના સુશીલભાઈએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં કુલ 8 લોકો સવાર હતા જેમને સામાન્ય ઇજા પહોંચી હતી તેથી અન્ય વાહન મારફત તેમના ઘરે રવાના કરાય હતા જ્યારે સુત્રોનું માનીએ તો આ અકસ્માતમાં કુલ 12થી 13 મજૂરો સામેલ હતા જેમાં અમુકને ખાનગી દવાખાને સારવાર કરાવી રજા અપાઈ હતી, સદભાગ્યે કોઈ જાનહાની થવાં પામી નહોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો