તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટાફ ઘટ વચ્ચે કામનું ભારણ:કચ્છમાં પૂરવઠા નિગમના તમામ ગોડાઉન ઇન્ચાર્જ હવાલે

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 3 વર્ષથી મેનેજરની નિમણૂક થતી જ નથી

કચ્છમાં પૂરવઠા નિગમના આવેલા ગોડાઉનમાં મેનેજરની નિમણૂક ન કરાતા છેલ્લા 3 વર્ષથી ઇન્ચાર્જથી ગાડું ગબડાવાઇ રહ્યું છે. જિલ્લાના 10 તાલુકામાં પુરવઠા નિગમ દ્વારા ગોડાઉન બનાવાયા છે. જો કે, નવાઇની વાત એ છે કે, છેલ્લા 3 વર્ષથી વિશેષ સમય થયો હોવા છતાં આ તમામ ગોડાઉનમાં મેનેજરની નિમણૂક કરાતી નથી અને ઇન્ચાર્જથી ગાડું ગબડાવાય છે. વર્તમાન સમયે પુરવઠા નિગમમાં 70 ટકા સ્ટાફની ઘટ છે.

30 ટકા કર્મચારીઓ પર વધારાની કામગીરી થોપી બેસાડાતાં કામનું ભારણ પણ વધી જાય છે. નિગમના મામલતદાર અશોક એચ. સુચકનો સંપર્ક સાધતા તેમણે પણ જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી તમામ ગોડાઉનમાં મેનેજરની જગ્યા ખાલી પડી છે. અમુક ગોડાઉનમાં મેનેજર નિવૃત્ત થયા બાદ નિમણૂક કરાઇ જ નથી અને સિનિયર આસિસ્ટન્ટ અથવા આસિસ્ટન્ટને ચાર્જ આપવામાં આવ્યો છે.

એજન્સીના પાપે મગફળી કેન્દ્રના કર્મીઓને 3 મહિના બાદ પગાર મળ્યો
સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ભુજ એ.પી.એમ.સી. ખાતે મગફળી ખરીદ કેન્દ્રમાં પુરવઠા નિગમના નિવૃત્ત 4 કર્મચારીઓને આઉટ સોર્સિંગથી નિમવામાં આવ્યા હતા. જો કે, તંત્ર તરફથી તેમનો પગાર સમયસર ઓમ એજન્સીને અપાઇ ગયો હતો પરંતુ એજન્સીએ ત્રણ મહિના બાદ એટલે કે, તા.18-12, શુક્રવારના પગારનું ચુકવણું કર્યું હતું, જેથી નિવૃત્ત કર્મીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

મગફળી ખરીદ કેન્દ્ર બંધ પરંતુ કર્મીઓને છૂટા ન કરાયા
સૂત્રોના જણાવ્યા મુજબ મગફળી ખરીદ કેન્દ્ર માટે નિવૃત્ત 4 કર્મચારીઓની નિમણૂક કરાઇ હતી અને તેમના 90 દિવસની કામગીરી માટેના ઓર્ડર નીકળ્યા હતા. જો કે, આ કેન્દ્ર 18 દિવસમાં બંધ કરી દેવાયું હોવા છતાં કર્મચારીઓને છૂટા ન કરાતા હોવાની રાવ ઉઠી છે. પુરવઠા નિગમના મામલતદાર સુચકેના જણાવ્યા મુજબ આઉટ સોર્સથી નિમણૂક કરાઇ ત્યારે એવું નક્કી થયું હતું કે, જેટલા દિવસની કામગીરી હશે તેટલા દિવસનો પગાર મળશે ત્યાર બાદ આપોઆપ છૂટા ગણાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો