તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:લાંચ લેતા ઝડપાયેલા કુકમાના સરપંચ સહિત ચારેય જેલમાં ધકેલાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરપંચની બેનામી સંપતી, બેન્ક લોકર સામેત છાનબીન કરાશે

ગુરૂવારે ભુજના મહાદેવ નાકા પાસે 4 લાખની લાંચ લેવાના મામલામાં પકડાયેલા કુકમા સરપચ સહિત ચાર લોકોને એસીબીએ કોર્ટમાં રજુ કરી અદાલતના હુકમથી પાલારા જેલમાં મોકલી આપ્યા છે. આ કિસ્સામાં હવે પછી પોલીસ દ્વરા મહિલા સરપંચના બેનામી સંપતી, બેન્ક લોકર સમેતના પાસાઓ ચેક કરવા તરફ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત વિગતો મુજબ એક ફેકટરીના ઔદ્યોગિક બાંધકામ માટે ગ્રામ પંચાયતની આકરણી અને મંજુરી માટે કુકમા મહિલા સરપંચ કંકુબેન અમૃતલાલ વણકર દ્રારા 5 લાખની માગણી કરાઇ હતી.

જે પેટે એક લાખ લીધા બાદ બાકીના 4 લાખ રૂપિયા અરજદાર પાસે લેવા માટે મહાદેવ નાકા પર આવેલા સરપંચ પતિ અને ગ્રામ પંચાયતની સામજીક ન્યાય સમિતિના ચેરમેન અમૃતલાલ બેચરલા વણકર, અને તના બે મળતીયા રવજી આચુ બુચિયા, તથા રિતેશ રવજી બુચિયા સહિત ત્રણ એસીબીના છટકામાં લાંચની રકમ લેતા રંગે હાથે પકડાઇ ગયા હતા. બાદમાં લાંચ રૂશ્વત બ્યુરોએ કુકમા મહિલા સરપંચ કંકુબેન અમૃતલાલ વણકરની ધરપકડ કરી લીધી હતી.

મહિલા સરપંચ સહિત ચારેય આરોપીઓને એસીબી દ્રારા શનિવારે કોર્ટમાં રજુ કર્યા હતા. ચારેય આરોપીઓને અદાલતના આદેશને પગલે જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. તો આ મામલે એસીબી દ્રારા વિવિધ પુરાવાઓ એકત્રિત કરવા સાથે સરપંચની બેનામી સંપતી અને બેન્ક લોકર સહિતની ચકાસણી હાથ ધરવામાં આવશે ત્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી સક્યતાઓ જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...