તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:ભુજમાં ઓલ્ફ્રેડ હાઈસ્કૂલની 92 લાખના ખર્ચે કાયાપલટ કરાશે

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નથ્થરકુઇમાં 2.21 કરોડના ખર્ચે સરકારી માધ્યમિક શાળાનું લોકાર્પણ

ભુજ તાલુકાના નથ્થરકુઇમાં શનિવારે રાજયમંત્રી વાસણભાઈ આહિરે 2.21 કરોડના ખર્ચે સરકારી માધ્યમિક શાળાના નવનિર્મિત અધ્યતન ભવનનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌથી વધુ શાળાઓ કચ્છમાં મંજૂર થાય છે. ગત વર્ષે જ 27 નવી શાળાઓ મંજૂર કરવામાં આવી છે. ઉપરાંત 95 ગ્રાન્ટેડ શાળાઓમાં 500 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. 100 શાળાઓને સ્માર્ટ શાળા બનાવવામાં આવશે. જે અન્વયે 92 લાખના ખર્ચે ભુજની ઐતિહાસિક મહત્વ ધરાવતી ઓલ્ફ્રેડ હાઈસ્કૂલની આધુનિક સુવિધાઓ સાથે કાયાપલટ કરવામાં આવશે.

કચ્છ-મોરબી સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, શહેરોમાં જોવા મળતી ખાનગી શાળા- કોલેજ જેવા અદ્યતન ભવન હવે ગામડાં સુધી પહોંચ્યા છે તે આપણું સદભાગ્ય છે. ભુજ ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, ગામની દીકરીઓને ઘર આંગણે શિક્ષણ પ્રાપ્ય બન્યું છે. દીકરીઓને વધુને વધુ ભણાવવા માટે તેમણે અપીલ પણ કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલ રમેશ કારાએ જણાવ્યું હતું કે સરકાર શિક્ષણ સહિત દરેક ક્ષેત્રે સારી કામગીરી કરી રહી છે. મહંત દિલીપદાદાએ પણ આ પ્રસંગે આશિર્વચન આપ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન કાનજી કાપડીએ કર્યું હતું. આભારવિધિ આચાર્ય ભૂમિકાબેને કરી હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન હરીશ ભંડેરી, સરપંચ આહિર રામાભાઈ વિકાસભાઈ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એન. પ્રજાપતિ, સમાજ કલ્યાણ અધિકારી જે.એ. બારોટ, ભુજ તાલુકા વિકાસ અધિકારી શૈલેષ રાઠોડ, મામલતદાર વિવેક બારોટ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...