તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Alert System Set Up In Kutch District Following Possible 'Taukte' Hurricane Forecast, Signal Number 2 Installed At Kandla Port

સતર્કતા:કચ્છ જિલ્લામાં સંભવિત 'તૌકતે' વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર બન્યું એલર્ટ, કંડલા બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવાયું

ભુજ3 મહિનો પહેલા
  • સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર પર સતર્ક રહેવા આદેશ આપવામા આવ્યો

ભારતના હવામાન વિભાગે આપેલા બુલેટિન મુજબ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના અનુસંધાને જિલ્લા કલેકટર દ્વારા રાજ્ય સરકારની તમામ કચેરીના અધિકારી અને કર્મચારીઓએ કોવિડ માર્ગદર્શિકાની અમલવારી સાથે હેડ ક્વાર્ટર પર સતર્ક રહેવાના આદેશ આપવામાં આવ્યો છે. સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા ખાસ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

બીજી તરફ સંભવિત વાવાઝોડું આકાર લેશે તો 'તૌકતે' નામક ચક્રવાત કચ્છ સૌરાસ્તના સાગર કિનારે ટકરાઇ શકે છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તંત્રની તમામ શાખાઓ હાલ સક્રિય બની છે. આ માટે માછીમારોને તા. 20 સુધી દરિયો ખેડવા મનાઈ કરવામાં આવી છે.

તો કંડલા બંદર ખાતે આજ શુક્રવારથીજ બે નંબરનું સિગ્નલ પોર્ટ ઓથોરિટી દ્વારા લગાવી દેવામાં આવ્યું છે. તેની સાથે લોકોને પણ સાવધાની લેવા માટેના નિયમોની સૂચિ જાહેર કરવામાં આવી રહી છે. ખેડૂતોને પણ પોતાનો પાક ખેતરના સ્થાને સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...