તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:હરીપરના પ્રોવિઝન સ્ટોરમાં માલ સાથે વેચાતો હતો દારૂ

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ભુજના હરીપર ગામે ગુરૂવારે મોડી સાથે પ્રોવીઝન સ્ટોરમાંથી પોલીસે બાતમીના આધારે વેપારીને વિદેશી શરાબની 15 બોટલ સાથે ઝડપી લીધો હતો જ્યારે માલ આપનારા ભુજ કુખ્યાત સહિત ત્રણ આરોપીઓ હાથ લાગ્યા ન હતી. પોલીસે ચારેય આરોપીઓ વિરૂધ ગુનો નોંધી તપાસ ચલાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ પોલીસે હરીપર ગામે દરોડો પાડીને નારાણ પ્રોવિઝન સ્ટોરમાંથી ભુજના ઉમેદનગર કોલોનીમાં રહેતા વિપુલકુમાર લક્ષ્મણસિંહ ભાટી (ઉ.વ.43)ને રૂપિયા 7,325ની કિંમતની 15 નંગ શરાબની બોટલો તેમજ એક મોબાઇલ અને બાઇક સાથે ઝડપી લીધો હતો.

આરોપીની પુછતાછમાં તેને આ માલ ભુજના ગણેશનગરમાં રહેતા નામીચા નવઘણ શંભુપ્રસાદ રાજગોર અને ભુજના આર્મી કેમ્પમાં રહેતા પૃથ્વીરાજ તેમજ રાજેન્દ્ર નામના બે શખ્સો પાસેથી લીધો હોવાનું પોલીસને જણાવતાં બી ડિવિઝન પોલીસે ચારેય વિરૂધ પ્રોહીબીશન એકટ તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો