તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દારૂની બદીને નેસ્તા નાબુદ કરી હિંસક બનાવો પર રોક લગાવાશે

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ‘સ્ટેશને ફરીયાદ ન નોંધાય તો મારો સંપર્ક કરો : નવનિયુક્ત એસપી’
  • વ્યાજ, ખંડણી અને ભુમાફીયાઓ વિરૂદ્ધ કડક પગલા ભરવાના મુડમાં

પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક તરીકે સૌરભ તોલંબીયાની બદલી થતા સૌરભ સીંઘ ગુરુવારે સત્તાવાર ચાર્જ સંભાળ્યો હતો. દારૂની બદીને નેસ્તા નાબુદ કરવામાં આવશે જેથી શરીર સબંધી ગુના જેવા કે હિંસક હુમલાઓ પર કાબુમાં આવશે. તો પોલીસ સ્ટેશને ફરીયાદ ન નોંધાય તો તેમનો સંપર્ક કરવા અપીલ કરાઇ હતી.

નવનિયુક્ત એસપી સિંઘ ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કચ્છ સરહદી જિલ્લો છે જેથી કોસ્ટલ સિક્યુરીટી પર વધારે ભાર મુકવામાં આવશે. કચ્છની સરહદેથી નાર્કોટીસ્ટની ઘુસણખોરી ન થાય તે માટે પેટ્રોલિંગ અને ટીમવર્કથી કામગીરી કરાશે. પશ્ચિમ કચ્છના સમગ્ર પોલીસ મથકોમાં લોકોને કેન્દ્રબિંદુમાં રાખીને કામગીરી કરાશે જેથી લોકો પોલીસની કામગીરીથી સંતુષ્ટ થાય. પ્રજાલક્ષી કામગીરી કરી શકાય તે માટે તમામને સુચનાઓ આપી દેવાઇ છે. તો બીજી તરફ, હાલમાં કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝીંગ સહિતની કાળજી લેવાની છે તે બાબતે લોકોને જાગૃતી કેળવાશે.

પોલીસ મથકોમાં ભ્રષ્ટાચાર નેસ્તનાબુદ થઇ જાય તે માટે કડક વલણ અપનાવાશે. ફરીયાદ બાઇક ચોરીની હોય કે મોબાઇલ ચોરીની પોલીસ મથકે દાખલ થવી જ જોઇએ, જો તેમના ધ્યાનમાં આવ્યું તો ખાતાકીય તપાસ જે-તે અધિકારી સામે કરાવાશે. એસપી સમક્ષ કોઇ ફરીયાદ લઇને જાય અને તેના ધ્યાને આવ્યું કે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં ગલ્લા તલ્લા કરે છે તો તેમના સામે સસ્પેન્ડ સહિતના પગલા ભરવામાં આવશે.

ફાયરીંગ બટ માટે રખાયેલી જમીનો પર દબાણ !
ભુજની સીમમાં અમુક જમીન પોલીસ ડિપાર્ટમેન્ટના નામે નોંધાયેલી છે. ભુજ તેમજ નોખાણીયા સીમમાં ફાયરીંગ બટ માટે આવી જમીનો રખાયેલી છે. ભુજ સીમમાં આવેલી ફાયરીંગ બટની જમીન પર ભુમાફીયાઓ દબાણ કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ભુમાફીયાઓ પોલીસ ડિપાર્ટમેન્ડની જમીન પર દબાણ કરી જતા હોય તો તેમની હિંમતની દાદ દેવી પડે તેમ છે. લોકોની જમીનો કબજે કરનારા લોકો પર કાર્યવાહી કરતા પહેલા એસપી સૌરભ સીંઘ ખુદ પોલીસ ખાતાની જમીન પર દબાણ કરેલા ભુમાફીયાઓ પર ધાક બેસાડતી કાર્યવાહી કરે તે સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...