આયોજન:AIMIM રાષ્ટ્રીય પ્રમુખ ઓવૈસીનો કચ્છ-સૌરાષ્ટ્રનો પ્રવાસ ગોઠવાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત પ્રદેશના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરાયું આયોજન

એ.આઈ.એમ.આઈ.એમ. ગુજરાત પ્રદેશ એકમ દ્વારા ગુજરાત રાજ્યના તમામ હોદેદારોની હાજરીમાં ઈફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું, જેમાં રાષ્ટ્રીય પ્રમુખના કચ્છ સૌરાષ્ટ્રના પ્રવાસનું સૂચન કરાયું હતું.

કચ્છ જિલ્લા એકમના પ્રમુખ ઈબ્રાહિમ હાલેપોત્રાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અસ્સુદ્દીન ઓવૈસી, રાષ્ટ્રીય પરવકતા વારીસ પઠાણ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સાબિર કાબલિવાલાની ઉપસ્થિતમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લા અને શહેર પ્રમુખ ઉપરાંત ગુજરાત પ્રદેશના હોદ્દેદારોની હાજરીમાં આયોજન કરાયું હતું.

જેમાં આગામી દિવસોમાં પ્રવાસ ગોઠવવા સૂચન થયું છે. જે પ્રસંગે કચ્છ જિલ્લાના યુવા પાંખ પ્રમુખ વસીમ સોઢા, સોશિયલ મીડિયાના હુસેન સાયચા, મુસ્તાક બાપદા અને સાહેલ શેખ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...