તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્ટ કૌભાંડ:પોસ્ટમાં નાણાકીય ગોબાચારીની તપાસ માટે આજે ફરી ભુજ આવતી અમદાવાદ વિજિલન્સની ટીમ

ભુજ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • અન્ય કર્મીઓના નિવેદનો લેવાય તેવી શક્યતા
 • વધુ એક ફરિયાદ નોંધાય તેવી અટકળો તેજ બની

ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં આચરાયેલી રૂ. 8.25 કરોડની નાણાકીય ગોબાચારી મુદ્દે અમદાવાદ વિજિલન્સની ટીમ સોમવારે ફરી ભુજ આવતાં આ પ્રકરણમાં વધુ એક ફરિયાદ નોંધાય તેવી અટકળો તેજ બની છે.પોસ્ટ કૌભાંડ મુદ્દે મુખ્ય સૂત્રધાર સચિન શંકરલાલ ઠક્કર, પત્ની પ્રજ્ઞા ઠક્કર (પોસ્ટ એજન્ટ) અને ટપાલ વિભાગના બે સબ પોસ્ટ માસ્તરો સામે રૂ.34,58,179ની ઉચાપત અંગેની ફોજદારી નોંધાઇ છે. સી.બી.આઇ. તપાસની વાતો વચ્ચે અમદાવાદ વિજિલન્સની ટીમ ત્રીજી વખત ભુજમાં તપાસ માટે આવી રહી છે. ટપાલ વિભાગ દ્વારા મુખ્ય સૂત્રધાર દંપતિ સામે ગાળિયો કસવા માટે સર્વગ્રાહી તપાસ ચાલુ રાખી છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ વિજિલન્સ ટીમ દ્વારા ટપાલ વિભાગના અમુક કર્મચારીઓના નિવેદનો લેવાશે. વધુમાં ટપાલ વિભાગે જ સત્તાવાર રીતે ઉચાપતનો આંકડો 8.25 કરોડથી વધી જાય તેવી શક્યતા દર્શાવી છે ત્યારે આ પ્રકરણમાં વધુ ફરિયાદ નોંધાય તેવી અટકળો તેજ બની છે. સૂત્રોનું માનીએ તો તપાસ દરમ્યાન હવે આ કૌભાંડમાં ટપાલ વિભાગના અન્ય કર્મચારીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

આજે ઇન્ચાર્જ અધિક્ષક કાર્યભાર સંભાળશે
અમદાવાદ વિજિલજન્સ ટીમની તપાસ બાદ રેગ્યુલર અધિક્ષક મહેશ પી. પરમારની તાત્કાલિક અમદાવાદ સિટી પોસ્ટ ઓફિસમાં બદલી કરાઇ હતી અને તેમની જગ્યાએ ઇન્ચાર્જ તરીકે મુકાયેલા જુનાગઢ પોસ્ટ ઓફિસના અધિક્ષક ભાવેશ એન. પટેલ સોમવારે કચ્છનો ચાર્જ સંભાળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો