તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમદાવાદ ક્રાઇમ ખંડણી કેસમાં જેલમાંથી ગોવા રબારીને લઇ ગઇ

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલ સેન્ટરના સંચાલક પાસેથી ખંડણી માગી હતી

કોલ સેન્ટરના સંચાલકનું સાત માસ પૂર્વે અપહરણ કરીને અેક કરોડ રૂપિયાની ખંડણી લેવાના કિસ્સામાં ગેંગના ગોવા રબારીનો ભુજ સ્થિતની પાલારા જેલમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કબજો લીધો હતો. અગાઉ અગિયાર અારોપીઅોની અા બનાવમાં ધરપકડ કરવામાં અાવી છે ત્યારે પાલારા જેલમાં અપહરણ, લુંટ, ધાડ, હત્યા જેવી ગુનાખોરીનું નેટવર્ક ધરાવતા ગોવા રબારીને પોલીસ લઇ ગઇ હતી.

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા અને કોલ સેન્ટર ચલાવતા કરણ ભટ્ટનું સાત માસ પહેલા અપહરણ થયું હતું, જે બનાવમાં પોલીસે અત્યાર સુધી અગિયાર અારોપીની ધરપકડ કરી ચૂકી છે, ગુરુવારે ભુજ નજીક પાલારા જેલમાં રહેલા ગોવા રબારી નામના કેદીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અા ગુનામાં કબજો લીધો છે.

કોલ સેન્ટરના કાળા કારોબારમાં ગેંગસ્ટરો દ્વારા પ્રોટેકશન મની ઉઘરાવાય છે ત્યારે અા કિસ્સામાં પણ ગોવા નાગજીભાઇ રબારી પેરોલ રજામાંથી ઘરે અાવ્યો હતો ત્યારે સંજય રબારીઅે કરણ ભટ્ટ કોલ સેન્ટરમાં બહુ રુપીયા કમાયો હોવાની વાત કરીને અેક કરોડની ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો.

17 ફેબ્રુઅારીના રાતે કરણ ભટ્ટ ટુ-વ્હીલરની નીકડયો ત્યારે મહેશ સોમાભાઇ રબારી, ફુલો મોતીભાઇ રબારી, નાગજી રત્ના રબારી અને સાગરીતો અલ્પેશ હીરવાણી, કરણ મરાઠી અને અન્ય પાચેક શખ્સો મળી બલેનો અને બ્રેઝા કારમાં અપહરણ કરી જીવલેણ હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...