તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ શહેરમાં વોર્ડ નંબર 1થી 3માં મુસ્લિમોની વસતી વધુ છે અને ત્રણેય વોર્ડ કોંગ્રેસના ગઢ ગણાય છે. કેમ કે, ગત 2015ની ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ત્રણેય વોર્ડની તમામ બારેબાર બેઠક કબજે કરી લીધી હતી. પરંતુ, અા વખત 2021ની ચૂંટણીમાં માજી કોંગ્રેસી નગરસેવકે ભાજપમાં સેન્સ અાપ્યું અને વોર્ડ નંબર 3માં ટિકિટ કોંગ્રેસે અાપી છે. અે સિવાય વોર્ડ નંબર 1 અને 2માં પણ કોંગ્રેસના 2 ઉમેદવાર અેવા છે. જેમણે સેન્સ ભાજપમાં અાપ્યું અને ટિકિટ કોંગ્રેસે અાપી છે.
ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે નામાંકન પત્ર ભરવાની છેલ્લી તારીખ પહેલા ઉમેદવારોની યાદી જાહેર કરી શકી ન હતી. અેટલું જ નહીં પણ વોર્ડ નંબર 9માં 4 બેઠક ઉપર માત્ર 1 જ ઉમેદવાર ખડો કરી શકી છે. અામ, કોંગ્રેસમાં સુકાની ન હોય અને અરાજકતા ફેલાઈ હોય અેવું સ્પષ્ટ થયું છે. અે ચર્ચાના વિષયમાં અેક પ્રકરણ અે પણ ચોરે અને ચોટે ચર્ચાય છે કે, ગત 2015ની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી નગરસેવક બનેલા માલશી નામોરી માતંગે ભાજપમાં સેન્સ અાપ્યું હતું.
જોકે, ભાજપે અેમને ટિકિટ અાપી ન હતી. પરંતુ, કોંગ્રેસે અેમને વોર્ડ 3માં ટિકિટ અાપી દીધી છે. અેવી જ રીતે વોર્ડ નંબર 1ના લુહાર મહેબૂબ જુમા, વોર્ડ નંબર 2ના અબ્દુલ હમીદ સમા, વોર્ડ નંબર 3ના ગની તાલબ કુંભાર ઉમેદવારોઅે પણ ભાજપમાં સેન્સ અાપ્યું હતું. પરંતુ, ટિકિટ કોંગ્રેસે ફાળવી છે. બીજી તરફ ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાઈને નગરસેવક બનેલા સરલા મહેશ ગોરે કોંગ્રેસ મૂકીને ભાજપનો ખેસ ધારણ કર્યું છે અને ભાજપે અેમને વોર્ડ નંબર 1માં પોતાના ઉમેદવાર પણ બનાવ્યા છે. અામ, કોંગ્રેસ પોતાના માજી નગરસેવક પણ ખોઈ દીધા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.