તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સક્લુઝિવ:કૃષિ પ્રધાન દેશના 40 ટકા ખાતરની આયાત કચ્છના બંદરો પર !

ભુજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડિસેમ્બર સુધીમાં ભારતે કરલી 180 લાખ મેટ્રિક ટન ખાતરની અાયાતમાંથી કચ્છના બંદરો પર 73.63 લાખ મેટ્રિક ટન માલ ઉતર્યો
 • કચ્છમાં સરકારી કંડલા અને બે ખાનગી બંદરો મુન્દ્રા અને તુણા પર ખાતરની થાય છે અાયાત

વડાપ્રધાન અવાર-નવાર કહે છે કે કચ્છ દેશનો સાૈથી વિકાસશીલ જિલ્લો છે. તેમના અા કથન પાછળ અનેક કારણો છે. ખાસ તો દેશના સરકારી અને ખાનગી ક્ષેત્રના સાૈથી મોટા બે પોર્ટ કંડલા- મુન્દ્રાના કારણે કચ્છને મોટો ફાયદો થાય છે. દેશની અાયાત અને નિકાસમાં અા બે મોટા બે બંદરોનો વિશેષ ફાળો છે. કૃષિ પ્રધાન અાપણા દેશમાં સરકાર દર વર્ષે અંદાજે 180 લાખ મેટ્રિક ટન ખાતરની અાયાત કરે છે. જેમાં અધધ 40 ટકા અાયાત કચ્છના ત્રણ બંદરો પરથી કરવામાં અાવતી હોવાનું બહાર અાવ્યું છે. જેમાં કચ્છમાં અેક કંડલા અને ખાનગી બંદરો મુન્દ્રા અને તૂણા ટેકરાનો સમાવેશ થાય છે.

અા અંગે મળતી વિગતો મુજબ અાપણે હજુ ખાતરની દિશામાં અાત્મર્નિભર થઇ શક્યા નથી. જુુદા-જુદા દેશો પાસેથી અાપણે અન્ય સામગ્રીની જેમ ખાતરની પણ અાયાત કરવી પડે છે. અા ખાતર સરકારની સાથે ખાનગી કંપનીઅો પણ સીધી રીતે મંગાવે છે. દેશના 30 બંદરો પર ચાર ખાતરો યુરીયા, ડીઅેપી, અેમઅોપી અને અેનપીકેની અાયાત કરવામાં અાવે છે. ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના તાજેતરના અેક રીપોર્ટ પ્રમાણે દેશમાં દર વર્ષે અંદાજે 180 લાખ મેટ્રિક ટન ખાતરોની અાયાત કરવામાં અાવે છે. જેમાં અેકલા કચ્છના બંદરોમાં જ 40 ટકા ખાતર ઉતરે છે.

અાંકડા પ્રમાણે જોઇઅે તો વર્ષ 2017-18માં દેશમાં કુલ 154.27 લાખ મેટ્રિક ટન ખાતરની અાયાત કરી હતી. જેમાં કચ્છના ત્રણ બંદરો પર જ 69.73 લાખ મેટ્રિક ટન ખાતરની અાયાત થઇ હતી. જે કુલ અાયાતના 45.29 થાય છે. તો ચાલુ વર્ષના ડિસેમ્બર સુધીની વાત કરવામાં અાવે તો વર્ષ 2020-21માં દેશમાં કુલ 180.29 લાખ મેટ્રિક ટન ખાતર અાયાત કરાઇ છે. જેમાંથી કચ્છના ત્રણ પોર્ટ પર જ 73.63 લાખ મેટ્રિક ટન અાયાત કરાઇ છે. જે 40 ટકા થાય છે. ભારતમાં યુરીયા સીધુ ભારત સરકાર દ્વારા અાયાત કરવામાં અાવે છે. જ્યારે બાકીના ખાતર અાયાત કરવા કંપનીઅો મુક્ત છે. ભારતમાં જુદી-જુદી સહકારી મંડળીઅો, રાજ્ય અને કેન્દ્ર સરકારની કંપનીઅો તથા ખાનગી કંપનીઅો ખાતર મંગાવે છે.

બોલો, અારબ દેશોની સાથે ચીન-તૂર્કીમાંથી પણ અાયાત કરાઇ
સામાન્ય રીતે અારબ રાષ્ટ્રો પેટ્રોલિયમ પદાર્થોની અાયાત માટે જાણિતા હોય છે. પરંતુ ભારત અનેક અારબ દેશો પાસે ખાતર પણ મંગાવે છે. તો ભારતથી અાડા ચાલનારા દેશો ચીન અને તૂર્કી પાસેથી પણ ખાતર અાયાત થાય છે. ભારતમાં છેલ્લા ત્રણ વર્ષોમાં અોસ્ટ્રેલિયા, બેલારૂસ, ચીન, કેનેડા, સાઇપ્રસ, અેસ્ટોનિયા, ઇજીપ્ત, જર્મની, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, જોર્ડન, લિથુઅાનિયા, રશિયા, મોરોક્કો, સાઉદી અારબ, દક્ષિણ કોરિયા, તૂર્કી, યુઅેઇ, ઉજબેકિસ્તાન અને અમેરિકાથી ખાતર
અાયાત કરવામાં અાવી છે.

ખાતરની વર્ષ વાર થયેલી અાયાત

વર્ષકંડલાતુણામુન્દ્રાદેશકચ્છની
ટકાવારી
2017-1828.725.1935.82154.2745.19
2018-1932.787.0736.03188.4340.24
2019-2035.677.3334.77184.0942.24
2020-2128.295.8838.96180.2940.83
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો