તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:કચ્છના કૃષિ કેન્દ્રો સંશોધનો ઝડપથી કિસાનો સુધી પહોંચાડે

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાંતિવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ કચ્છની મુલાકાત લીધી

કચ્છની મુલાકાતે અાવેલા દાંતિવાડા યુનવર્સિટીના કુલપતિએ ભચાઉમાં ખેડૂતોને ધ્યાનમાં રાખીને જરૂરી માર્ગદર્શન અાપ્યું હતું. સરદાર કૃષિનગર દાંતિવાડા કૃષિ યુનિવર્સિટી કુલપતિ ડો. આર.એમ.ચૌહાણે યુનિવર્સિટી હસ્તકના કચ્છ જિલ્લાના જુદા-જુદા કેન્દ્રોની મુલાકાત લીધી હતી. ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્રની મુલાકાત લઈ સંશોધન કેન્દ્ર ખાતે ચાલતી સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિ અંગેની માહિતી મેળવી હતી.

કૃષિ સંશોધન કેન્દ્રોમાં થયેલા નવા સંશોધનો અને ટેકનોલોજી ઝડપભેર ખેડૂતો સુધી પહોંચે, ખેડૂતો આ માહિતીનો ખેતીમાં ઉપયોગ કરે, ઓછા ખર્ચે વધુ નફો મેળવે, તે માટે હાજર રહેલા સર્વ કર્મચારી, અધિકારીઅોને તાકીદ કરી હતી. કચ્છમાં બાગાયત પાક માટે સાનુકૂળ વાતાવરણ હોઇ.

જિલ્લાના બાગાયતી પાકો માટે અનેરો ઉત્સાહ ધરાવતા પ્રગતિશીલ ખેડૂતોને બાગાયત પાકોની જરૂરી માહિતી આપવા, ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપી નિકાસલક્ષી ખેતી અપનાવી ખેડૂતો ગુણવત્તાસભર વધારે ઉત્પાદન મેળવી અને આર્થિક રીતે સધ્ધર બને તે માટે વૈજ્ઞાનિકો પ્રયત્નશીલ થઈ ખેડૂતોને મદદરૂપ થાય તે અને તે દિશામાં પ્રયાસો કરવા પર દાંતિવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિઅે ભાર મુક્યો હતો. ભચાઉ કૃષિ સંશોધન કેન્દ્રના ડો. સિપાહી અને કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...