તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:જમ્મુમાં ડ્રોનથી આતંકી હુમલો થતાં કચ્છ સરહદે એજન્સીઓ સતર્ક બની

નારાયણસરોવર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીન પાસેથી મેળવેલા ડ્રોનનો સામે પાર કરાય છે ઉપયોગ
  • આંતરરાષ્ટ્રીય સરહદે નજર રાખવા પાક એજન્સીઓ ડ્રોન ઉડાડ્યા

પાકિસ્તાનની સુરક્ષા અેજન્સીઅો જમ્મ્ુથી માંડીનેગુજરાત સરહદ સુધી ભારતની અેજન્સીઅોની મુવમેન્ટ જાણવા અને નુકસાન કરવા હમેંશા તત્પર જ હોય છે. હાલમાં જ જમ્મુના અેરફોર્સ સ્ટેશન પર રવિવારના ડ્રોન દ્વારા બે બ્લાસ્ટ કરવામાં અાવ્યા હતા, તે પછી સોમવાર અને મંગળવારના સવારના ડ્રોન દેખાતા જ સતર્ક અેજન્સીઅો ફાયરિંગ કરતા અોઝલ થઇ ગયા હતા. ડ્રોન દ્વારા અાતંકી હુમલાની પ્રથમ ઘટના છે પણ સરહદે પાકિસ્તાનની અેજન્સીઅો ડ્રોનનો ઉપયોગ લાંબા સમયથી કરી રહી છે.

ગુજરાતના કચ્છ સરહદે પણ પાકિસ્તાની અેજન્સીઅો ડ્રોનનો ઉપયોગ કરે છે તેનો ખુલાસો ભાસ્કરે જ કર્યો હતો. બાદમાં નલિયા અેરફોર્સ સુધી પાકિસ્તાનની ડ્રોન પહોંચી અાવ્યો હતો જેને અેજન્સીઅો કચ્છની ક્રીકો અને અરબ સાગરમાં પોતાની સરહદમાં જ બોટ દ્વારા તેને ઉચે લઇ જાય છે અને પોતાની જમીનથી જ ભારતની સરહદની મુવમેન્ટ જોવાની કોશીશ કરે છે તેનો ખુલાસો પણ અહેવાલ પ્રકાશિત કરી કરવામાં અાવ્યો હતો.

ચીન દ્વારા મેળવેલા ડ્રોનનો ઉપયોગ કચ્છની સામેપાર પાકિસ્તાન લાંબા સમયથી ઉપયોગ કરે છે પણ જમ્મુમાં પ્રથમ ડ્રોન દ્વારા અાતંકી બ્લાસ્ટ કરાતા કચ્છ સરહદે તૈનાત તમામ અેજન્સીઅો પણ સતર્ક બની ગઇ છે. કચ્છ સરહદ હમેશા સંવેદનશીલ રહી છે. પાડોશી પાકિસ્તાન ડ્રોનનો ઉપયોગ વધારતા તેનો જવાબ દેવા પણ ભારતની અેજન્સીઅો તૈયાર છે. અરબ સાગર કિનારે અેટલે કચ્છ સરહદ નજદીક જ અેજન્સીઅોના મોટા બંદર અને મોટા મોટા ઉદ્યોગ અાવેલા છે. જમ્મુની અાતંકી ઘટના બાદ તમામ અેલર્ટ પર જોવા મળે છે.

કચ્છ સરહદે અત્યાર સુધી પાકિસ્તાન અેજન્સીઅોઅે ભારતની સરહદ અંદર ભારતની અેજન્સીઅોની મુવમેન્ટ પર નજર રાખવામાં ડ્રોનનો ઉપયોગ કરે છે પણ પાકિસ્તાનનો ભરોસો અને વિશ્વાસ કરાય નહી. પાકિસ્તાનની કુખ્યાત અેજન્સીઅો બોખલાવટમાં કઇ પણ કરી શકે છે અે તમામ પાસા જોતા કચ્છ સરહદે અેજન્સીઅો પણ અેલર્ટ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...