તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશંકા:ફરી લોક ડાઉનની આશંકાએ વ્યસનીઓની દુકાન ભણી દોટ

નાના અંગિયા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગામડાઓમાં તમાકુની બનાવટ ખરીદવા ભીડ જામી

કોરોના સંક્રમણના વધતા વ્યાપ વચ્ચે ફરીથી લોકડાઉન અમલી કરી દેવામાં આવે અને સમયગાળો લંબાય એવી આશંકા વચ્ચે પશ્ચિમ કચ્છમાં ધૂમ્રપાન, ગુટખા, તમાકુના બંધાણીઓ બજારમાં દુકાને દુકાને ફરી વળીને ખરીદી કરતા નજરે પડ્યા હતા. જો કે, મોડે સુધી રાજ્ય સરકાર દ્વારા લોક ડાઉન અંગે કોઇ જાહેરાત કરાઇ ન હતી.

લોક ડાઉન થાય તે પહેલાં સલામતી રૂપે હાલમાં અઠવાડિયું ચાલે એટલા સ્ટોકની ખરીદી કરી લેવી સારી એમ ધીરજભાઈ સુથારે જણાવ્યું હતું. અન્ય એક વ્યકિતએ જણાવ્યું હતું કે ગયા વર્ષે માર્ચ, એપ્રિલ માસમાં જથ્થો પૂરતા પ્રમાણમાં બજારમાં ઉપલબ્ધ ન હતો અને જ્યાં હતો ત્યાં દરેક વસ્તુના બે થી ચાર ગણા ભાવ આપીને વસ્તુઓ નાછૂટકે ખરીદવી પડી હતી તો ઘણી જગ્યા કાળા બજાર થયા હોવાની ફરીયાદો પણ ઊઠી હતી.

બીડી, સિગારેટ, ગુટખા, તમાકુનો છૂટક વેપાર કરતા મનીષભાઈએ જણાવ્યું હતું કે બજારમાં આ વસ્તુઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને તંગી થાય એવી કોઈ પરિસ્થિતિ નથી. માત્ર અફવાઓના કારણે લોકો જથ્થામાં ખરીદી કરી રહ્યા છે. તેમણે લોકોને અફવાઓથી દુર રહેવા અને ખપ પૂરતા પ્રમાણમાં જ ખરીદી કરવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો