ઉજવણી:લગ્ન સહિતના શુભ પ્રસંગોએ વસ્ત્રો ભાડે આપવાના વ્યવસાયમાં બે વર્ષ પછી આવી તેજી

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમુરતા પહેલા સંખ્યાબંધ માંગલિક પ્રસંગો હોવાથી બજારમાં ધસારો
  • મોટાભાગના લોકોએ શેરવાની,સૂટ, ચણીયાચોલીનું એડવાન્સ બુકિંગ કરાવી લીધું

કોરોના મહામારીના સમયગાળામાં ઉત્સવો અને પ્રસંગોની ઉજવણીમાં અવરોધ ઉભા થતા હતા જોકે હાલમાં કોવિડનો ઓછાયો દૂર થઈ જતા લોકો મનમૂકીને તહેવારો અને પ્રસંગો માણી રહ્યા છે. તાજેતરમાં દીપોત્સવી પર્વ દરમ્યાન લોકોએ બજારોમાંથી ધૂમ ખરીદી કરી આનંદ અને હર્ષોલ્લાસ સાથે તહેવાર ઉજવ્યો હતો ત્યારે હવે દેવદિવાળી બાદ લગ્નની મોસમ શરૂ થઈ રહી છે.જેને લઈને બજારમાં લગ્નસરાની ચીજવસ્તુઓ ખરીદવા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે બે વર્ષ પછી લગ્ન પ્રસંગે ભાડે વસ્ત્રો આપવાના વ્યવસાયમાં તેજી આવી છે.

સગાઈ, લગ્ન, રીસેપશન સહિતના શુભ પ્રસંગોએ હવેથી લોકો શેરવાની,સૂટ, બ્લેઝર,ચણીયાચોલી, ડ્રેસ સહિતના મોંઘાદાટ વસ્ત્રો ખરીદવાના બદલે ભાડેથી લઈ રહ્યા છે.2019 માં કોરોના વાયરસના પગલે લોકડાઉન અને 2020 માં સરકારી મર્યાદા હોવાના કારણે સાદાઈથી લગ્નો સહિતના શુભ પ્રસંગો ઉજવાયા હતા ત્યારે આ વર્ષે કોરોના હળવો થઈ જતા બે વર્ષ બાદ લોકો હર્ષોલ્લાસભેર પ્રસંગ ઉજવવા માટે થનગની રહ્યા છે.જેને પગલે માર્કેટમાં ફરી તેજી આવી ગઈ છે.

છેલ્લા 14 વર્ષથી લગ્ન સહિતના શુભ પ્રસંગોએ ભાડેથી વસ્ત્રો આપવાના વ્યવસાય સાથે સંકળાયેલા તેજસભાઈ ભણસાલીએ જણાવ્યું કે,બે વર્ષ બાદ અમારા વ્યવસાયમાં આ વર્ષે તેજી આવી છે. કમુરતા પહેલાં ઓછા મુહૂર્ત હોવાથી શુભ પ્રસંગોની ઘડીઓ વધુ છે જેથી એડવાન્સમાં જ લોકો વસ્ત્રો બુકિંગ કરાવી ગયા છે. ફેશન બદલાતી હોવાથી લોકો નવા વસ્ત્રના બદલે ભાડેથી વસ્ત્રો બુકિંગ કરાવવાનું વધુ પસંદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...