રવાપરમાં 12 યુગલ લગ્નગ્રંથીએ જોડાયા
નખત્રાણા તાલુકાના રવાપરમાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજના ઉપક્રમે 41મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં સમાજના 12 યુગલો લગ્નના પવિત્ર બંધને બંધાયા હતા.
અખાત્રીજના યોજાયેલા સમૂહલગ્નમાં દાતાઅો વીરેન્દ્ર મનજીભાઇ ભગત પરિવાર, સિરામિક ગ્રૂપ, માવજી ખેતાભાઇ શાંખલા પરિવાર રહ્યો હતો. કન્યાઅોને કિચન સેટ, બાજોઠ સહિત ઘરવખરી વિવિધ ચીજવસ્તુઅો ભેટ અપાઇ હતી.
અા તકે કચ્છ ઉપરાંત ધંધાર્થે વિદેશ વસતા સમાજના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લગ્નવિધિ રાજુ મારાજ, ઉમેશ મારાજે કરાવી હતી. કેન્દ્રીય સમાજ પ્રમુખ અબજીભાઇ કાનાણી, નખત્રાણા તાલુકા પ્રમુખ જયસુખભાઇ પટેલ, ભાણજીભાઇ પોકાર, રામજીભાઇ નાકરાણી, ગોપાલ ભાવાણી, મહિલા સંઘના પ્રમુખ જશોદાબેન, રમીલાબેન, સમાજ કલ્યાણ અધિકારી ખાનુભા સોઢા, સમાજ પ્રમુખ હરિભાઇ ભગત, મંત્રી વિજય પોકાર, વાલજીભાઇ પટેલ, જી.ડી. પોકાર, ધરમશીભાઇ ભગત, ગોપાલભાઇ શાંખલા, પી.ડી. પટેલ, રામજીભાઇ નાકરાણી સહિત યુવક મંડળ-મહિલા મંડળ વગેરેઅે જહેમત ઉઠાવી હતી.
કોટડા (જ)ના 7 યુગલે પ્રભુતામાં પગલા માંડ્યા
નખત્રાણા તાલુકાના કોટડા (જ) કડવા પાટીદાર સમાજ દ્વારા યોજાયેલા 27મા સમૂહ લગ્ન સમારંભમાં સાત યુગલોએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા. પાટીદાર સમાજવાડી ખાતે બહોળી સંખ્યામાં દેશાવરથી આવેલા પાટીદારો ઉમટયા હતા. તમામ દીકરીઓને વડીલો દ્વારા આશીર્વચન અને દાતાઓ તરફથી ઘરવપરાશની વિવિધ વસ્તુઓ ભેટ અપાઇ હતી. જેમાં ભોજન સમારંભ, મંડપ ડેકોરેશન, લગ્ન પત્રિકા, યજ્ઞ સામગ્રી, ચોરી મંડપ, બ્રાહ્મણને દક્ષિણા સહિત ઘરવપરાશની વિવિધ વસ્તુઓ અલગ-અલગ દાતાઓ તરફથી અપાઇ હતી. દાતા જીવરાજ દેવજી બાથાણી, લાલજી ડાયા છાભૈયા, શિવલાલ દેવશી દિવાણી, લખમશી નાયા દિવાણી, અરવિંદભાઈ, ઈન્દુલાલ રામજી, શામજી મનજી લીંબાણી, હરિભાઈ ગોપાલ છાભૈયા, પ્રેમજી જીવરાજ પોકાર, શામજી કાનજી ડાયાણી, સ્વ.કેસરબેન હીરજી લીંબાણી, ઉમરશી કેસરા વેલાણી, તેજાભાઈ લખમશી છાભૈયા, કાંતિલાલ નાકરાણી, પરસોતમ પાચાણી વગેરે રહ્યા હતા. દરેક કન્યાને અનામી દાતા દ્વારા એક-એક સોનાની ચેન રામભરોસે અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે સમૂહ પ્રસાદનું આયોજન કરાયું હતું. સમગ્ર વ્યવસ્થા સમૂહ લગ્ન સમિતિ, પાટીદાર યુવક મંડળ, મહિલા મંડળ તેમજ પાટીદાર
સમાજે સંભાળી હતી.
વાગડમાં દુધઇથી પીપરાળા પટ્ટામાં 400 થી વધુ લગ્નોની ધામધૂમ: રાપરમાં લેવા પટેલ સમાજ દ્વારા લગ્નોત્સવ સંપન્ન
અખાત્રીજે વાગડમાં દુધઈથી પીપરાળા સુધીના ગામોમા વસવાટ કરતા લેઉવા પાટીદાર સમાજ ઉપરાંત અન્ય જ્ઞાતિઓમાં 400થી વધુ લગ્ન પ્રસંગ યોજાયા હતા. રાપર ખાતે પાટીદાર સમાજના લેઉવા કન્યા કેળવણી મંડળ ખાતે 21મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12 નવ દંપતિ લગ્નની અતુટ ગાંઠે બંધાયા હતા. પ્રમુખ સ્થાને અરવિંદ ભુષણ રહ્યા હતા. અજય વાવીયા, હરજી પોલાર સહિતનાએ આયોજન વ્યવસ્થા સંભાળી હતી.
ગઢશીશામાં કડવા પાટીદાર સમાજના 19 યુગલ પવિત્ર બંધને બંધાયા
માંડવી તાલુકાના ગઢશીશામાં કચ્છ કડવા પાટીદાર સમાજ આયોજિત ચૌદમા સમૂહ લગ્નમાં 19 યુગલ પવિત્ર બંધને બંધાયા હતા. સમિતિના પ્રમુખ શામજી નાકરાણીની અધ્યક્ષતામા આયોજિત સમારોહમાં લુડવાના અંબેધામના પારૂમાએ આશીર્વાદ આપ્યા હતા. ઉપપ્રમુખ નારણભાઇ ચૌહાણે સૌને આવકાર્યા હતા. મુન્દ્રા- માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ આયોજનને બિરદાવ્યું હતું. શાસ્ત્રી જયંતી જોશીએ લગ્નવિધિ કરાવી હતી.
દયાપરમાં પાટીદાર સમાજે ઉજવ્યો 31મો સમૂહ લગ્નોત્સવ
દયાપર ખાતે યોજાયેલા લખપત તાલુકા પાટીદાર સમાજના 31મા સમૂહ લગ્નોત્સવમાં 12 નવદંપતીએ સપ્તપદીના સાત ફેરા લીધા હતા. ગામના આઝાદ ચોકથી પાટીદાર સમાજવાડી સુધી વાજતે ગાજતે નીકળેલા વરઘોડામાં સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. જ્ઞાતિ પ્રમુખ કાંતિલાલ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 31 વર્ષથી તાલુકાના 9 જેટલા પાટીદારોના ગામમાં એકપણ છૂટક લગ્ન યોજાયા નથી. અખિલ ભારતીય કડવા પાટીદાર સમાજના પ્રમુખ અબજી કાનાણી, ઉપપ્રમુખ ભાણજી પોકાર, ગોપાલ ભાવાણી, રામજીભાઇ, જશોદાબેન, રમીલાબેન રવાણી, મણિલાલ પારસિયા, પ્રેમજી સેંઘાણી, રતનશી લિંબાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.