તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માછીમારોને રાહત પહોંચી:કચ્છમાં ત્રણ મહિના બાદ આજથી માછીમારીનો ધમધમાટ ફરી શરૂ થયો

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રએ પરવાનગી આપતા જખૌ પોલીસે 325 યાંત્રિક બોટને ટોકન આપ્યા

જખૌ બંદર પર માછીમારીનો ધમધમાટ આજથી ફરી શરૂ થઈ ગયો છે. અને કચ્છ કલેકટરના યાંત્રિક બોટ દ્વારા માછીમારી કરવાના જાહેરનામાની મુદત આજ થી પૂર્ણ થતાં ફિશરીઝ ખાતા દ્વારા આજે જખૌ બંદર ખાતે 325 માછીમારોને દરિયામાં માછીમારી કરવા માટેના ટોકન આપવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ માસથી યાંત્રિક બોટ દ્વારા મારીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જે ઉઠાવી લેવાતા આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને માછીમારોને રાહત પહોંચી હતી.

પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના જખૌ ખાતેના દરિયા કિનારે લાંગરેલી બોટને માછીમારી માટે સજ્જ કરી દેવાઈ હતી અને 325 જેટલા યાંત્રિક બોટ ધારકોને માછીમારી માટેના ટોકન આપવામાં આવ્યા હતા. ટોકન વિતરણ સમયે જખૌ મરીન પોલીસના પી.આઈ સાહેબ ઇસરાની સાહેબ, ફિઝરીશ ખાતાના અધિકારી વિશાલ ઝણકાત, સ્થાનિક માછીમાર એસોસિએશનના પ્રમુખ અબ્દુલ્લાશા પીરઝાદા વગેરે હાજર રહ્યા હતા અને માછીમારી સિઝનનો પ્રારંભ કરાવા શુભેચ્છા આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાત સરકારદ્વારા ત્રણ મહિના સુધી યાંત્રિક બોટ દ્વારા માછીમારી કરવા માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો, જે આજ રોજ બુધવારથી પૂર્ણ થતાં માછીમારોને માછીમારી માટે પરવાનગી આપવામાં આવી હતી. આ નિર્ણયથી સ્થાનિક માછીમારો તેમજ જખૌ બહારથી આવતા માછીમારોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હોવાનું રમેશભાઈ ભાનુશાળીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...