તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ભુજમાં વાવણીલાયક વરસાદ વરસ્યા બાદ ખેડૂતોને ખરીદ વેચાણ સંઘમાં બિયારણ ના મળતા મુશ્કેલી વધી

ભુજ22 દિવસ પહેલા
  • ખરીદ વેંચાણ સંઘમાં બિયારણ ન મળતા ખેડૂતોને ધરમધક્કા

કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બીજી ઇનિંગ્સ શરૂ થતાંજ ખેડૂત વર્ગમાં ખેતી માટે ઉત્સાહનો માહોલ છવાયો છે. ખેતી કાર્ય માટે કિસાનો દ્વારા ખેતરોમાં ખેડાણ કાર્ય આરંભી દીધા બાદ હવે વાવણીની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આ માટે જિલ્લા મથક ભુજમાં જ જરૂરી બિયારણ ન મળતા ખેડૂતો માટે પરેશાની ઉભી થઇ છે.

ભુજમાં ખેડૂતોને બિયારણ ના મળતા ખેડૂતો હેરાન પરેશાનકચ્છમાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ સાથે ખેડૂતો વાવણી કાર્ય માટે ચોમાસુ પાકના બિયારણની ખરીદી કરવા ભુજની ખરીદ વેંચાણ સંઘની કચેરી ખાતે ઉમટી રહ્યા છે. પરંતુ તેમને જરૂરી બિયારણનો જથ્થો મળી રહ્યો નથી અને બિયારણ લેવા ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે સંઘની કચેરી ખાતે આજે ખેડૂત વર્ગે એકઠા થઇ બિયારણ પૂરું પાડવાની માંગ કરી હતી. ખેડુતોને એરેંડાના બિયારણ નાં મળતા ધક્કા ખાવા પડી રહ્યાનું તેમણે કહ્યું હતું.

ભુજ તાલુકાના અને જિલ્લાના દૂર દૂર વિસ્તારથી આવતા ખેડૂતોને માત્ર એકજ પેકેટ બિયારણ આપવા આવતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી હતી. આ માટે બિયારણનો પૂરતો જથ્થો આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જોખેડૂતોને 8થી10 દિવસમાં બિયારણ નહિ મળેતો ખેતી વિફળ જવાની ભીતિ પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વાસ્તે તંત્ર દ્વારા સત્વરે બિયારણ પૂરું પાડવામાં આવે તે જરૂરી હોવાનુ કિસાનોએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...