લાભાર્થીઓ આનંદો:કચ્છમાં ભૂકંપ બાદ સંસ્થાઓએ બનાવેલા 12 હજાર આવાસોને મળશે મહેસૂલી દરજ્જો

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 વર્ષથી પડતર રહેલા મહત્વના પ્રશ્ને સરકારનો સૈધ્ધાંતિક નિર્ણય
  • એક તબક્કે મુખ્યમંત્રીઅે અા અંગે ટ્વિટ કર્યા બાદ હટાવી લેતાં વહેતા થયા હતા તર્ક-વિતર્ક

કચ્છમાં ભૂકંપ બાદ વિવિધ સંસ્થાઅો દ્વારા બનાવાયેલા અંદાજિત 12 હજાર અાવાસોને મહેસૂલી દરજ્જો અાપવાનો સૈધ્ધાંતિક નિર્ણય સરકારે લીધો છે. જો કે, અા અંગે ટ્વિટ ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના વ્યક્તિગત અેકાઉન્ટ પરથી કર્યા બાદ થોડા જ સમયમાં તે ટ્વિટ તેમણે હટાવી નાખતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા.કચ્છમાં 2001ના વિનાશક ભૂકંપમાં જે લોકોના મકાન સંપૂર્ણ ધ્વસ્ત થઇ ગયા હતા તેવા લોકોને મદદરૂપ બનવા માટે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઅો દ્વારા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અાવાસ તૈયાર કરાયા હતા.

20 વર્ષથી પડતર અા પ્રશ્નનો નિવેડો લાવવાની અગાઉ હૈયાધારણા અપાઇ હતી અને જિલ્લા વહીવટી તંત્રઅે પણ અાવા કેટલા અાવાસો છે તેની વિગતો મેળવવાની કાકમગીરી અાદરી છે તે વચ્ચે તા.4-5, બુધવારના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના વ્યક્તિગત ટ્વિટર અેકાઉન્ટ પરથી અેવી ટ્વિટ કરી હતી કે, કચ્છ જિલ્લામાં ભૂકંપથી અસરગ્રસ્ત થયેલા જે પરિવારો માટે સ્વૈચ્છિક સંસ્થાઅો દ્વારા મકાન બનાવવામાં અાવ્યા હતા તેમને અાવાસ માલિકી હક-સનદ અાપવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

વળી, અા મકાનની જગ્યાને ગામતળ નીમ કરવામાં અાવશે, જેથી અા પરિવારોને મહેસૂલી નિયમ અનુસાર લાભો પણ મળશે.વિધાનસભા અધ્યક્ષા ડો.નિમાબેન અાચાર્યઅે પણ સરકારના અા નિર્ણયને અૈતિહાસિક ગણાવી દીધો હતો. જો કે, નવાઇની વાત તો અે છે કે, મુખ્યમંત્રીઅે અા ટ્વિટ થોડા સમયમાં જ ડિલીટ કરી નાખી હતી.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઅો વહેલી યોજાશે તેવી વહેતી થયેલી વાતો વચ્ચે મુખ્યમંત્રીઅે ટ્વિટ કરીને તાબડતોબ ડિલીટ કરી નાખતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. અા વચ્ચે રાત્રિના સત્તાવાર યાદી બહાર પાડીને મુખ્યમંત્રીઅે જિલ્લામાં ભૂકંપ પછીના પુનર્વસન અન્વયે નિર્માણ પામેલા આવાસોમાં વસવાટ કરતા પરિવારોને મકાન માલિકી હક -સનદ આપવાનો માનવીય સંવેદનાપૂર્ણ સૈદ્ધાંતિક નિર્ણય કર્યો હોવાનું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...