તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજગારીની તકો:ભૂકંપ બાદ પરપ્રાંતિય ધંધાર્થીઓએ કચ્છને બનાવી કર્મભૂમિ

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

26મી જાન્યુઆરીની ગોઝારી ઘટના એ કચ્છ અને ભુજની તસ્વીર બદલાવી નાખી હતી. ભૂકંપ બાદ ધીમે ધીમે લોકોને કળ વળી અને શારીરિક-માનસિક-આર્થિક તકલીફમાંથી બહાર આવવા લાગ્યા અને વિસ્તરેલા ભુજમાં વ્યાપાર માટે અને કંપનીઓના કારણે રોજગારીની તકો વધી ગઈ, ધીમે ધીમે પરપ્રાંતના નાના-મોટા ધંધાર્થીઓ ફુટપાટનો દુકાનની જેમ ઉપયોગ શરૂ કરતા ગયા અને દિવસે દિવસે ભુજવાસીઓને દરેક સિઝનની વસ્તુઓ ભારતભરમાંથી આવેલા વેપારીઓ દ્વારા ફૂટપાથ પર જોવા-મળવા લાગી. કાજુ, અખરોટ, માટલા, દીવડા, સ્વેટર, પિચકારી, પતંગ, ફટાકડા, રમકડા જેવી અનેક વસ્તુઓ રોડ પર વહેંચાય છે.

દુકાનના ભાડા બસતા હોવાના કારણે લોકોને આ માલ સસ્તો મળશે એવી ધારણા લગાવીને પણ ખરીદી કરતા હોય છે. હાલમાં ધાબળા, શિરખ, ચાદર જેવી ગરમ વસ્તુઓ રોડ પર ઠેર-ઠેર દેખાય છે. હરિયાણામાં બનતા અને પાનીપતથી લઈને યુપીના ધંધાર્થીઓ કચ્છમાં જવા મળે છે, તો માટલા, દીવડા, મુર્તિવાળા અનેક ધંધાર્થીઓ તો અહીં જ વસી ગયા છે. ઘણી વખત તહેવારોમાં બજારોમાં ગયેલા ગમે ત્યાં ઊભા રહીને પણ વ્યાપાર કરી લેતા હોય છે. ઘણી વખત લાખોના રોકાણ કરી દુકાન લઈને વ્યાપાર કરતા ભુજના વ્યાપારીઓને મંદીની સાથે આ લોકો પણ હરીફાઈ સર્જે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો