• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • After The Death Of The ST Employee, The Dependent Will Get Assistance Of Rs 4 Lakh, The Heirs Will Get The Benefit Before 17th December

નિર્ણય:ST કર્મચારીના મૃત્યુ બાદ આશ્રિતને 4 લાખની સહાય, 17મી ડિસેમ્બર પહેલાના વારસદારોને મળશે લાભ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિગમના સંચાલક મંડળનો ફિક્સ પગારથી નિમણૂક પામેલા કર્મચારીઅો માટે ઠરાવ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વહીવટી વિભાગે 17મી ડિસેમ્બરે અેસ.ટી.ના ફિક્સ પગારથી નિમણૂક પામેલા કર્મચારીઅોના અવસાનના કિસ્સામાં તેઅોના અાશ્રિતોને 4 લાખની ઉચ્ચક નાણાકિય સહાય ચૂકવવા ઠરાવ કર્યો છે.નિગમના સંચાલક મંડળના ઠરાવ અને સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગના ઠરાવનો હવાલો અાપતા મુખ્ય મહેકમ અધિકારીઅે પત્રમાં જણાવ્યું છે કે, ફિક્સ પગારથી નિમણૂક પામેલા કર્મચારીઅોના અવસાનના કિસ્સામાં તેઅોના અાશ્રિતોને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા નિગમના સંચાલક મંડળ દ્વારા ઠરાવ થયો છે.

જે અન્વયે સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે પણ ઠરાવ કર્યો છે, જેથી સામાન્ય વહીવટી વિભાગના તા. 20મી જુલાઈના ઠરાવની જોગવાઈ મુજબ 4 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા મંજુરી અાપી છે, જેથી કાર્યવાહી કરવા જણાવવામાં અાવે છે.

અન્ય સમાચારો પણ છે...