• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • After The Death Of Pragmal III, The Last Mobhi Of The Royal Family Of Kutch, The Funeral Was Held With Royal Tradition And Covid Guidelines.

શ્રદ્ધાંજલિ:કચ્છના રાજ પરિવારના અંતિમ મોભી એવા પ્રાગમલની ત્રીજાના અવસાન બાદ શાહી પરંપરા અને કોવિડ ગાઇડલાઇન સાથે અંતિમ સંસ્કાર સંપન્ન થયા

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતિમ રાજવીના નિધન બદલ જિલ્લાના વિવિધ ક્ષેત્રના આગેવાનો-સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ

કચ્છનાં અંતિમ રાજવી મહારાઓ પ્રાગમલજી (ત્રીજા)ના અવસાન બદલ જિલ્લાના વિવિધ સંસ્થાઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કચ્છ સાંસદ : સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છનાં રાજ પરિવારનાં મોભી મહારાવના અવસાનથી કચ્છ શોકમગ્ન બન્યું છે. તેઓ પ્રસિદ્ધિ વગરના અનેક ગુપ્ત સેવાકાર્યોથી લોકચાહના ધરાવતાં હતા. તેમનાં અંતિમ દર્શન સમયે સાંસદે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. રાજ્યમંત્રી: વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે તેઓ કચ્છના હિત માટે સદૈવ ચિંતિત રહેતા, તેમના અવસાનથી શોકમગ્ન છું તેમજ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

પૂર્વ રાજ્યમંત્રી: સતત કચ્છના શુભચિંતક અને વખતોવખત જિલ્લાના વિકાસ કાર્યો માટે માર્ગદર્શન આપનારા અને ચિંતા સેવનારા મહારાઓ પ્રાગમલજી ત્રીજાના અવસાન બદલ તારાચંદભાઈ છેડાએ વ્યક્ત કર્યો હતો. ભુજ, નગરપાલિકા: પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે તેમણે કચ્છની ચળવળ, ભૂકંપમાં તૂટેલા આયના મહેલના પુનઃ નિર્માણ, ચાવડા રખાલ સહિતના વિકાસ કાર્યો હાથ ધર્યા હતા. કચ્છ પ્રત્યેના તેમના સત્કાર્યો અને લાગણી સદા લોકોના મનમાં યાદ બનીને રહેશે. કચ્છ જિલ્લા કોંગ્રેસ: જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે તેમણે સતત કચ્છની પ્રજાની ચિંતા સેવી હતી.

જિલ્લાના વિવિધ પ્રશ્નોએ સતત ચિંતા કરતા હતા. તેમના નિધનથી કચ્છી પ્રજાએ સાચો હમદર્દ ગુમાવ્યો છે તેમજ કોંગ્રેસના આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કચ્છ રાજપુત ક્ષત્રિય સભા: ભુજમાં સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય), ટ્રસ્ટી પ્રદ્યુમનસિંહ જાડેજા (ધારાસભ્ય), જોરાવરસિંહ રાઠોડ, સાવજસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, વિરભદ્રસિંહ જાડેજા, પૃથ્વીરાજ સિંહ જાડેજા, બળવંતસિંહ જાડેજા, હકુમતસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજા, બળવંતસિંહ વાઘેલા, લક્ષ્મણસિંહ સોઢા, રાજેન્દ્રસિંહ રાઠોડ, પ્રદીપસિંહ વાઘેલા વગેરેએ સદગતના અંતિમ દર્શન કરી શ્રધ્ધાંજલિ અર્પી હતી.

કચ્છ અગ્રણીઓ તથા સરકારી અધિકારીઓ: જિલ્લાના અગ્રણીઓએ અંતિમ દર્શન કરી આપી પુષ્પાંજલિ અર્પી હતી. જેમાં પૂર્વ ધારાસભ્યો પંંકજભાઈ મહેતા, બાબુભાઈ મેઘજી શાહ, અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, પ્રાંત અધિકારી મનીષ ગુરવાની, ઉપનગરપતિ રેશ્માબેન ઝવેરી, સાવજસિંહ જાડેજા, જાેરાવરસિંહ જાડેજા, વીરભદ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, અમીરઅલી લોઢિયા, અલીમામદ જત, અનવર નોડે, અલીભાઈ હિંગોરજા, પ્રબોધ મુનવર, અશોક હાથી, ઘનશ્યામ જાેષી, રજાકભાઈ ચાકી, પૂજારી જર્નાદનભાઈ ભુજ ખાતેના મહારાઓના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પ્રમુખ, AIMIM: સામાજિક સમરસતાના હિમાયતી અને કચ્છી સંસ્કૃતિના રક્ષણ માટેના તેમના પ્રયાસો હંમેશા યાદ રહેશે તેમ જણાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. કચ્છ ઇતિહાસ પરિષદ: ઉપપ્રમુખ શંભુલાલ જોષીએ શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે તેઓ પર્યાવરણ પ્રેમી અને કચ્છના ઇતિહાસના જાણકાર માર્ગદર્શક હતા. તેમના નિધનથી જિલ્લામાં સર્વત્ર શોકની લાગણી ફેલાઇ છે.

વિશ્વ હિન્દુ પરિષદ: કચ્છના હિત માટે સતત પ્રયત્નો કરતા તેમજ દયાવાન અને સરળ સ્વભાવના મહારાવના અવસાન બદલ કચ્છએ ઉમદા વ્યક્તિત્વ ગુમાવ્યું છે તેમ વૈભવ સંઘવીએ જણાવ્યું હતું. માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના ઉપસરપંચ અરજણ દેવજી ભુડિયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી હાજી જુમા રાયમા, માનવજ્યોત સંસ્થા, રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ, ભુજની સંસ્કૃત પાઠશાળા નાગરજ્ઞાતિના આગેવાનો, સત્યમ સંસ્થા, તાનારીરી મહિલા મંડળ, કચ્છ જિલ્લા મજદૂર વિકાસ મંચ, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ, શંકરભાઈ સચદે સહિતના વગેરે આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...