તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મીરજાપરમાંથી સગીરાને ભગાડી જવાઇ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ ધરી

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મીરજાપરમાં રહેતા પરિવારની સગીર વયની દિકરીને કોઇ અજાણ્યો ઇસમ અપહરણ કરીને ભગાડી જતા એ:ડિવિઝન પોલીસ મથકે સગીરાના પિતાએ ફોજદારી નોંધાવી હતી. કોઇ અજાણ્યા આરોપીએ મીરજાપરમાં રહેતા ફરીયાદીની સગીરવયની દિકરીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જતા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મીરજાપરમાં રહેતી સગીરાને કયો ઇસમ ભગાડી ગયો, પ્રેમ સબંધ કે કોઇ અન્ય કારણ છે તે જાણવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સગીરાએ ઘરેથી ગાડી લઇ જઇ મંદીર પાસે મુકી દીધી હોવાનું ખુલ્યું
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, બહેનપણીના ઘરે નોટબુક લેવા જવાના બહાને એકટીવા લઇને નીકળેલી સગીરા ઘર આગળ આવેલા મંદીર પાસે ચાવી સમેત એકટીવા મુકી દીધી હતી અને ત્યાં રહેતા એક ઇસમના મોબાઇલ નંબર પરથી કોઇને ફોન કર્યો હતો, જેના કોલ લોગમાં તે નંબર પણ ડીલીટ કરી દીધા હતા. પોલીસે તે ફોન નંબર સહિતની વિગતો મેળવી લઇ કોલ ટ્રેસ તેમજ સર્વેલન્સના આધારે તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...