વિદ્યાના પાઠથી ગૂંજશે:કોરોના પછી આજથી ધો. 1થી 5ના 1.48 લાખ બાળકોને ભણાવાશે

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો. 6 અને 8ના 81360 છાત્રો દિવાળી વેકેશન બાદ ભણશે
  • ​​​​​​​જિલ્લાની 1692 પ્રા. શાળાના વર્ગો વિદ્યાના પાઠથી ગૂંજશે

કચ્છની 1692 પ્રા. શાળામાં 20 મહિના બાદ ધોરણ 1થી 5ના 1 લાખ 48 હજાર 818 વિદ્યાર્થીઅો અને ધોરણ 6થી 8ના 81 હજાર 360 વિદ્યાર્થી દિવાળી વેકેશન બાદ અાજથી શિક્ષકો દ્વારા પ્રત્યેક્ષ શિક્ષણ લેવાનું શરૂ કરશે, જેથી શાળાના વર્ગો વિદ્યાના પાઠથી ગૂંજી ઉઠશે.

કચ્છ જિલ્લામાં 2020ના માર્ચ માસથી કોરોનાઅે પગપેસારો કર્યા બાદ પ્રાથમિક શિક્ષણ લગભગ બંધ જ થઈ ગયું હતું. પહેલી લહેર બાદ દિવાળી સમય છૂટછાટ મળી હતી. પરંતુ, ત્યારબાદ બીજી લહેરે હાહાકાર મચાવી દીધો, જેથી પ્રાથમિક શાળાઅો ખુલ્લી જ નહીં અને 2021થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર દરમિયાન પણ શાળાઅો બંધ રાખવાની નોબત અાવી હતી.

જોકે, ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરાયા હતા. પરંતુ, ધોરણ 1થી 5ના બાળકોને શાળામાં ભણાવવાનું બંધ રખાયું હતું. પરંતુ, હવે દિવાળીના તહેવારો પછી પણ ક્યારેક કોરોનાના અેકલ દોકલ કેસો સિવાય ખાસ સંક્રમણ નથી, જેથી રાજ્ય સરકારે ધોરણ 1થી 5ના વર્ગો પણ શાળામાં શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...