આ બેદરકારી બીજાને સંક્રમિત કરશે!:એરપોર્ટ પર નેગેટિવ આવ્યા બાદ માધાપર આવેલો પુરુષ તપાસણીમાં ઓમિક્રોન પોઝિટિવ નીકળ્યો !

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • તાન્ઝાનિયાથી આવેલા ત્રીજા દર્દી પણ ઓમિક્રોનમાં સપડાયા
  • ભુજમાં 6 કેસ સાથે જિલ્લામાં નવા 11 દર્દી સંક્રમિત બન્યા, એક્ટિવ કેસ 63

જિલ્લામાં 1 દિવસના વિરામ બાદ ફરી કોરોનાના નવા વેરીએન્ટ ઓમિક્રોનની હાજરી નોંધાઇ છે.આ વખતે પણ ભુજ તાલુકામાં જ કોરોનાના કેસની હાજરી નોંધાઇ છે. હાઈરિસ્ક દેશ તાન્ઝાનીયાથી આવેલા દર્દીને આ બીમારીનો ચેપ લાગ્યો છે. મહત્વની બાબત એ છે કે, અગાઉ આ પ્રવાસીનો એરપોર્ટ પર ટેસ્ટ કરાયો ત્યારે તે નેગેટિવ આવ્યો હતો પણ જિલ્લામાં આગમન બાદ આરોગ્ય વિભાગ દ્વારા તેના સેમ્પલ તપાસણી માટે મોકલવામાં આવતા તે ઓમિક્રોન પોઝિટિવ નીકળ્યો છે.

અગાઉ ભુજ તાલુકાના બળદિયા અને કોડકીમાં સંક્રમણ થયા બાદ હવે માધાપરમાં કેસ નોંધાયો છે.જિલ્લામાં ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે જે ચિંતાની લહેર છે. દરમિયાન જિલ્લામાં સોમવારે કોવિડના નવા 11 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ 6 કેસ ભુજમાં નોંધાયા છે. ભુજ શહેરમાં 1, સામત્રા ગામે 2 અને સૂરજપર, નારાણપર, કાળી તલાવડી ગામે એક-એક કેસ નોંધાયાં છે. ગાંધીધામ શહેરમાં 3 કેસ જ્યારે અંજાર તાલુકાના વર્ષામેડી ગામે 2 કેસ નોંધાયાં છે.

નવા 11 દર્દી સામે ગાંધીધામના 5 અને માંડવીના 3 મળી કુલ 8 દર્દી સ્વસ્થ થઈ જતાં રજા આપવામાં આવી હતી. આ સાથે એક્ટિવ પોઝીટીવ કેસનો આંકડો 63 પર પહોંચ્યો છે. આ સાથે કુલ કેસનો આંક 12,838 થયો છે.જે રીતે કોરોનાના અને ખાસ કરીને ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે તે જોતા લોકો માસ્ક પહેરીને રાખે તેમજ રસીનો ડોઝ મુકાવી લે તે જરૂરી બન્યું છે.

ભુજ તાલુકાના 13 વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરાયા
ભુજ તાલુકાના વાડાસર ગામે પોસ્ટ ઓફીસની બાજુમાં,માનકુવા ગામે નવાવાસ સમાજવાડી પાસે,વાડાસર ગામે સ્વામીનારાયણ મંદિર શેરી,સુખપર ગામે નવાવાસ ઘનશ્યામ નગર,માધાપર ગામે નવાવાસમાં રામ રોટી બજાર, રણકો વિસ્તાર,સુમરાસર શેખ ગામે અમીગામ વાડી વિસ્તાર,માધાપર ગામે નવાવાસમાં ડો.ધલવાડી બજાર,વાડાસર ગામે સ્વામીનારાયણ મંદિર પાસે, શિવમંદિર શેરી, સુખપર ગામે જુનાવાસ,નવાવાસમાં શિવપારસ માંડવી રોડ,સરલી ગામે બહેનોના સ્વામીનારાયણ મંદિર પાછળ, માધાપર જુનાવાસમાં ઓધવબાગ-૨ માં આવેલ 12 ઘરોને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...