તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટમાં તેજી:આઠ માસની મંદી બાદ દિવાળીએ વેપારીઓને ઉગાર્યા

નાના અંગિયા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોરોના કાળ વચ્ચે દિવાળીના છેલ્લા એક સપ્તાહમાં આખા વર્ષનું સાટું વળ્યું - Divya Bhaskar
કોરોના કાળ વચ્ચે દિવાળીના છેલ્લા એક સપ્તાહમાં આખા વર્ષનું સાટું વળ્યું
 • નખત્રાણા સહિત આસપાસના ગામોમાંં દીપોત્સવી પર્વોના સપરમા દિવસોએ મોડી રાત સુધી બજારોમાં ભીડ

છેલ્લા આઠ માસથી જોવા મળતી મંદીને, દિવાળીના છેલ્લા એક સપ્તાહે, મંદીના માહોલને સંપૂર્ણપણે દૂર કરીને નાણાંની રેલમછેલ રેલાવતા વેપારી વર્ગની દિવાળી સુધરી છે. નખત્રાણા પંથકમાં દિવાળીના સપરમાં દિવસોઅે મોડી રાત સુધી બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.કોરોનાના કારણે આર્થિક મંદીના માહોલમાં પણ નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ તાલુકા મથકે દિવાળીના છેલ્લા સપ્તાહમાં કટલેરી, ફર્નિચર, સોના-ચાંદીના ઘરેણાં, વાહનો, મીઠાઈ વગેરે ક્ષેત્રે ભરપૂર ઘરાકી નીકળતા વેપારીઓના ઉત્સાહમાં વધારો થયો હતો. વિથોણના કાપડના વેપારી અતુલ સોનીઅે જણાવ્યું હતું કે, દિવાળીના એક સપ્તાહ અગાઉ બજારમાં મંદીનું વાતાવરણ જણાતા વ્યાપારીઓ ચિંતિત હતા, પરંતુ દિવાળીના છેલ્લા સપ્તાહમાં બજારમાં ઘરાકી જોવા મળતા વેપારીઓના ચહેરા પર રોનક ફરી વળી હતી. નાના અંગિયામાં ફટાકડાનો વેપાર કરતા મહેશ ગોસ્વામી જણાવ્યું હતું કે, ધનતેરસના દિવસથી ફટાકડાની માંગ નીકળી હતી અને દિવાળી સુધીમાં તો ફટાકડાનો મોટાભાગનો જથ્થો વેચાઇ ગયો હતો. શ્રમજીવી વર્ગ, ખેત મજુર વર્ગ, કર્મચારી વર્ગ તેમજ વેપારી વર્ગ સહિતના તમામ લોકોની આ દિવાળી સુધરતા ઉત્સાહનો સંચાર જોવા મળ્યો હતો.

નખત્રાણા તાલુકા મથકે કટલરી સ્ટોરના મનીષ સોનપારે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે માર્ચથી વેપારમાં મંદીનો માહોલ જોવા મળતો હતો અને વૈશાખમાં લગ્નસરાની સિઝન પણ કોરી ધાકોર ગઈ, સાતમ આઠમના તહેવારો અને નવરાત્રિના સમયમાં પણ ખાસ કોઈ ઘરાકી જોવા ન મળતા, આગામી દિવાળી કેવી હશે તેના પર વેપારીઓએ મીટ માંડી હતી. જો કે, દિવાળીના છેલ્લા દિવસોમાં હકડેઠઠ ઘરાકી જામતા આખા વર્ષનું સાટું દિવાળીના છેલ્લા એક સપ્તાહમાં વાળી દેતાં વેપારીઓની દિવાળી સુધરી છે.

કર્મચારીઓને મહિનાની શરૂઅાતમાં જ પગાર મળી જતાં દિવાળી સુધરી
કર્મચારી જયેશ પટેલે જણાવ્યું હતું કે, આ માસની શરૂઆતમાં જ પગાર મળી જતાં અને દિવાળીના સપ્તાહમાં જ મોંઘવારીનું એરિયર્સ બિલ મળતાં કર્મચારી વર્ગને મળેલી રકમ પણ દિવાળી વખતે ખરીદીમાં કામ આવતા આનંદ ફેલાયો હતો.

ખેત મજૂરોમાં ઉત્સાહનો સંચાર
ધાવડાના ખેડૂત અગ્રણી રવિભાઈએ જણાવ્યું હતું કે, દિવાળીના છેલ્લા સપ્તાહમાં મગફળી, તલ ,કપાસના સોદા અને વેચાણ થતાં પાકના પૈસા મળતાં ખેડૂત વર્ગ પણ ખુશાલી પૂર્વક દિવાળીની રંગેચંગે ઉજવણી કરી હતી. સાંગનારામાં સ્થાયી થયેલા ખેત મજૂર રમેશ નાયકાઅે જણાવ્યું હતું કે, દિવાળીના દિવસોમાં તેમના વાડી માલિકે પણ હિસાબ કરીને મજુરી અને ભાગના રૂપિયા આપતા, શ્રમજીવી વર્ગની
દિવાળી સુધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો