સંક્રમણ:કચ્છમાં લાંબા સમય બાદ કોવિડના એકસામટા 3 કેસ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

એક સમયે કોરોનામુક્ત બનેલા કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી એકલ દોકલ દર્દી નોંધાઇ રહ્યા છે તેવામાં મંગળવારે લાંબા સમય બાદ એકસામટા ત્રણ કેસ આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો. તમામ ત્રણ દર્દી ગાંધીધામના હોતાં નખત્રાણા બાદ અહીં પણ કોરોના પ્રસર્યો હોવાનું સપાટીએ આવ્યું છે.

ગાંધીધામના સપનાનગર ખાતે રહેતા પિતા-પુત્ર અને ઓસ્લો વિસ્તારમાં એક મળીને ત્રણ વ્યક્તિના આરટીપીસીઆર ટેસ્ટમાં કોવિડનું સંક્રમણ જણાયું હતું. સૂત્રોનું માનીએ તો તમામ પોઝિટિવ કેસ કેરાલાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. શહેરમાં અંદાજે અઢી માસ બાદ એક સાથે ત્રણ કેસ બહાર આવતાં તંત્ર દ્વારા માર્ગદર્શિકા મુજબના પગલા ભરવામા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. એક માસમાં નખત્રાણા પંથકમાં પણ ટ્રાવેલ હિસ્ટ્રી સાથે દર્દી સંક્રમિત થયા હતા તેવામાં ગાંધીધામમાં પણ એકસામટા દર્દી નોંધાતાં ચિંતાનું મોજું ફેલાયું હતું. દરમિયાન એક દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. હાલે સારવાર લઇ રહેલા દર્દીની સંખ્યા ફરી વધીને 7 પર પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...