તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:લાંબા સમય બાદ 7 તાલુકામાં 12 પોઝિટિવ, નવા 23 કોવિડથી સંક્રમિત : 33 સ્વસ્થ થયા

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભુજ શહેરમાં 8, માંડવી 2 અને અંજારમાં 1 દર્દીને કરોના

સોમવારે રાજ્યના તમામ જિલ્લાઓમાં 34 દર્દીઓ સાથે મોખરે રહેલાં કચ્છમાં આંશિક રાહત રહી હોય તેમ કોરોનાથી નવા 23 દર્દી સંક્રમિત થયા હતા જેમાં લાંબા સમય બાદ 10 પૈકીના 7 તાલુકાના 12 કોરોનાગ્રસ્તોનો સમાવેશ થાય છે. તો ભુજ શહેરમાં 8, માંડવી 2 અને અંજારમાં 1 દર્દીના આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બીજી બાજુ 33 લોકો સ્વસ્થ થતા તેમને રજા અપાઇ હતી.

ચાલુ માસની શરૂઆતથી જ નિરંકુશ બનેલા ચેપી વાયરસની ઝપેટમાં જિલ્લા મથકના વધુ 8 લોકો આવી ગયા હતા તો તાલુકાના 5 મળીને 13ને કોવિડ હોવાનું બહાર આવ્યું હતું. આમ કુલ્લ પૈકીના અડધાથી વધુ માત્ર ભુજ અને પંથકના દર્દીઓ હોતાં આ રોગચાળો કાબૂ બહાર જણાઇ રહ્યો છે. ગાંધીધામમાં લાંબા સમય બાદ કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો. જ્યારે અંજારમાં એક અને માંડવીમાં સ્થાનિકે 2 દર્દીને વૈશ્વિક મહામારીએ ભરડામાં લીધા હતા. પૂર્વ કચ્છના તાલુકાઓ પર આ રોગનો ઓછાયો પડ્યો ન હતો જેને લઇને ગાંધીધામ, ભચાઉ તથા રાપર તાલુકામાં મંગળવાર મંગળ રહ્યો હતો અને એકપણ કેસ તંત્રના ચોપડે ચડ્યો ન હતો.

અત્યાર સુધી કચ્છમાં કોવિડથી સંક્રમિતોનો કુલ્લ આંકડો 3981 પર પહોચ્યો છે જેમાંથી 3628 કોરોના મુક્ત થયા છે તો 229 લોકોને હાલે સારવાર અપાઇ રહી છે. સત્તાવાર રીતે 81 લોકોના જીવનદીપ ચેપી રોગના કારણે બુઝાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો