તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરિયો ખેડવા નિકળ્યા:3 મહિનાના લાંબા વિરામ બાદ માછીમારી સીઝન શરૂ, 300 બોટ દરિયામાં રવાના

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મત્સ્યોદ્યોગ વિભાગ તરફથી પરવાનગી અપાતા માછીમારો દરિયો ખેડવા માટે નિકળ્યા

માછીમાર વિભાગ તરફથી જુલાઇ અને અોગસ્ટ મહિનામાં મોટા યાંત્રિક બોટ પર માછીમારીનો પ્રતિબંધ લગાવાય છે, જો કે ચાલુ વર્ષે અોગસ્ટ માસમાં પણ માછીમારી પ્રતિબંધ જાહેર કરાયો હતો. અામ ત્રણ માસના લાંબા વિરામ બાદ માછીમારીની સીઝન બુધવારથી શરૂ થઇ હતી. માછીમાર વિભાગ તરફથી પરવાનગી અપાતા નાની-મોટી અંદાજે 300 જેટલી યાંત્રિક બોટ જખાૈ બંદરેથી દરિયો ખેડવા રવાના થઇ હતી. અબડાસા તાલુકાના મત્સ્ય બંદર જખૌ ખાતે રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી મત્સ્યદ્યોગ સાથે સંકળાયેલા લોકો માછીમારી કરવા માટે આવે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.

રાજયના ફિશરીઝ કમિશ્નર દ્વારા યાંત્રિક બોટો ઉપર દર વર્ષે લગભગ 2મહિનાનો પ્રતિબંધ લગાવાય છે પણ ચાલુ વર્ષે રાજ્યભરમાંથી વિવિધ જિલ્લાઓના એસોસિએશનો દ્વારા અેક મહિનાનું વધારે પ્રતિબંધ લગાડવા માટે રજૂઆતો કરવામાં આવી હતી જેથી આ વર્ષે ત્રણ મહિનાનું યાંત્રિક બોટો ઉપર વધારાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

માછીમારીની સીઝન શરૂ થવાની સત્તાવાર જાહેરાત કરાતા બુધવારે પહેલી સપ્ટેમ્બરથી માછીમારી બોટો દરિયો ખેડવા રવાના થઇ હતી. નોંધનીય છે કે, ચાલુ વર્ષે ડિઝલના ભાવમાં તોતિંગ વધારો થયો છે, ગત વર્ષની સરખામણીઅે ચાલુ વર્ષે 25 રૂપિયા જેટલો ભાવમાં ઉછાળો અાવ્યો છે ત્યારે માછીમારોને મોંઘવારીનો સામનો કરવો પડશે તેવુ અનુમાન લગાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...