તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • After A Long Break In Bhuj Taluka, An Atmosphere Of Happiness Prevailed Among The Sons Of The Earth As Megharaja's Successor

મેઘમહેર:ભુજ તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો

ભુજ22 દિવસ પહેલા
  • થરાવડા વિસ્તારમાં અડધા કલાક સુધી વરસાદ વરસતા શેરીઓમાં પાણી વહેતા થયા

કચ્છમાં જેઠ માસ દરમ્યાન વરસાદી આગમન થતા ખેડૂત અને લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી અને સારા ચોમાસાના એંધાણ ખડા થવા પામ્યા હતા. જેના પગલે જગતના તાત દ્વારા ખેતરોમાં ખેડાણ કાર્યની શરૂઆત કરી દીધી હતી, તો જિલ્લાના પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં અનેક સ્થળે વાવણી માટેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ વરસાદ ન પડતા અકળાવનરી ગરમી સાથે લોકોની વ્યાકુળતામાં પણ વધારો થઈ રહ્યો હતો.

આજે કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે આજે જિલ્લા મથક ભુજ નજીકના થરાવડા વિસ્તારમાં વરસાદે હાજરી પુરાવી સુકન સાંચવી લીધું હોવાનું લોકોએ જણાવ્યું હતું. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વરસાદ પડતાં ગામની ગલીઓમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. અને હવે સમયસર મેઘરાજાની પધરામણી થાય એવું કચ્છી માંડું એ આજે અષાઢી બીજના ખાસ પ્રસંગે ઉપરવાળાનો યાચના કરી હતી.

પશ્ચિમ કચ્છમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે માંડવી, બીડદા, મુન્દ્રા ડેપા, દેશલપર સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.તો પૂર્વ કચ્છના આદિપુર, અંજાર તાલુકાના ચાંદ્રોગા ગામમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ગામની શેરીઓમાં વરસાદી પાણી વહી નીકળ્યા હતા. લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતો અને માલધારીઓમાં ખુશીની લહેર છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...