તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:96 દિવસ પછી ભુજ એરપોર્ટ પરથી મુંબઇ માટેની ફલાઇટ શરૂ થઇ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે સપ્તાહમાં માત્ર 4 જ દિવસ ઉડાન ભરશે
  • પ્રથમ દિવસે 40 પેસેન્જર મુંબઇથી અાવ્યા અને 20 પ્રવાસી ભુજથી ગયા

ગત 11 માર્ચે અેરપોર્ટ અોથોરિટી તરફથી જાહેરાત કરાઇ હતી કે રનવે રિસરફેસિંગના કારણે 25મી અેપ્રિલ સુધી ભુજ અેરપોર્ટ પરથી ફલાઇટ સેવા બંધ રહેશે, બાદમાં તારીખ લંબાવી 31 મે કરાઇ હતી, પછી કોરોનાને કારણે 1લી જુનથી શરૂ થશે તે જાહેરાત થઇ હતી પણ ભુજ-મુંબઇ ફલાઇટ સેવાને ગ્રહણ નડ્યુ હોય તેમ મુંબઇ અેરપોર્ટ પરથી સ્લોટ ન ફાળવાતા 16મી જુનથી શરૂ થઇ હતી. બુધવારે સવારે 8.05 વાગ્યે 40 પેસેન્જરો મુંબઇથી ભુજ અાવ્યા હતા અને 20 પેસેન્જર સાથે ફલાઇટ મુંબઇ જવા માટે રવાના થઇ હતી.

1લી જુનથી શરૂ થનારી ભુજ-મુંબઇની વિમાની સેવા વધુ 15 દિવસ બાદ બુધવારે શરૂ થઇ છે. બુધવારે સવારે મુંબઇથી ભુજ 8.05 વાગ્યે ફલાઇટ લેન્ડ થઇ હતી જેમાં પ્રથમ દિવસે જ 40 પેસેનજર મુંબઇથી ભુજ અાવ્યા હતા તો 8.35 વાગ્યે મુંબઇ માટે રવાના થયેલી ફલાઇટમાં 20 પેસેન્જરોઅે મુસાફરી કરી હોવાનું અેરપોર્ટ અોથોરીટીના અેસ. બી. સીંઘે જણાવ્યું હતું. હાલ ભુજથી મુંબઇની ફલાઇટ સેવા સપ્તાહમાં ચાર દિવસ માટે છે, સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર અેમ સપ્તાહમાં ચાર દિવસ વિમાન ભુજ-મુંબઇ માટે નિયમ સમય પર અાવશે અને ઉડાન ભરશે. હાલ સપ્તાહમાં ચાર દિવસ સેવા રહ્યા બાદ અાખો સપ્તાહ ફલાઇટ ચાલે તેવા પ્રયાસો ચાલુ છે.

નોંધનીય છે કે, ભુજથી મુંબઇની વિમાની સેવા છેલ્લા કેટલાક સમયથી બંધ હતી, અેરપોર્ટ પર રન-વેની કામગીરી ચાલુ હોવાથી અઢી માસથી ફલાઇટ બંધ હતી. 1લી જુનથી અેરપોર્ટ પરથી મુંબઇની ફલાઇટ સેવા અાપશે તેવી જાહેરાત અેરપોર્ટ અોથોરીટી તરફથી કરાઇ હતી બાદમાં તારીખ વધુ 15 દિવસ લંબાવાઇ હતી. રન-વે મેઇન્ટેઇનસના કારણે અેરપોર્ટ બંધ રખાયું હતું, બાદમાં મુંબઇમાં કોરોનાને લીધે વધુ 15 દિવસ સેવા ખોરવાઇ હતી..

અન્ય સમાચારો પણ છે...