તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણકાર્ય:આજથી પ્રાથમિક શાળામાં 87 દિવસો બાદ ધો. 6થી 8ના છાત્રોનું શિક્ષણકાર્ય શરૂ

ભુજ, રાયધણજર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 1500 શાળામાં 1.25 લાખ વિદ્યાર્થીઓમાંથી કેટલા આવશે એની અટકળો
  • અેક વર્ગમાં કુલ સંખ્યાના 50 ટકાની મર્યાદામાં બેઠક વ્યવસ્થા રખાશે

સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ 87 દિવસો બાદ અાજથી પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8ના છાત્રોનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થશે, જેથી ક્લાસ રૂમ, શાળાનું પ્રાંગણ અને શાળા તરફ જતા માર્ગો ચેતનવંતા બનશે. જોકે, 1100 સરકારી અને 400 જેટલી ખાનગી પ્રાથમિક શાળામાં અંદાજિત કુલ 1 લાખ 25 હજાર છાત્રોમાંથી કેટલા હાજર રહેશે અે અટકળોનો વિષય થઈ ગયો છે.

કોરોનાની વર્તમાન સુધરતી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પૂરતી તકેદારી સાથે રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ પ્રત્યક્ષ પ્રાથમિક શિક્ષણ અાજથી પુન: શરૂ કરવામાં અાવશે. અામ તો શૈક્ષણિક વર્ષ 7મી જૂનથી જ શરૂ થઈ ગયું છે. પરંતુ, કોરોનાને કારણે માત્ર ઓનલાઇન શિક્ષણ શરૂ કરાયું હતું. હવે પરિસ્થિતિમાં સુધારો થયો છે, જેથી 87 દિવસ બાદ બીજી સપ્ટેમ્બરથી શાળામાં જ પ્રત્યક્ષ શિક્ષણકાર્ય પુન:શરૂ થશે. જે માટે પ્રાથમિક શાળાઓએ વિદ્યાર્થીના વાલી પાસેથી લેખિત સંમતિપત્ર મેળવી લેવાનું રહેશે.

જોકે, છાત્રોઅે હાજરી આપવી અે ફરજિયાત નથી, સ્વૈચ્છિક છે, જેથી ઓન લાઈન શિક્ષણકાર્ય સહિત હોમ લર્નિંગ ચાલુ રહેશે. વર્ગ ખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યાના 50 ટકાની મર્યાદામાં બેઠક વ્યવસ્થા રખાશે. એકાંતરે વિદ્યાર્થીઓને વર્ગ ખંડમાં બોલાવવાની જોગવાઈ છે. જોકે, જે શાળામાં ધોરણ 1થી 5ના વર્ગો ખાલી હશે. અે શાળા અેક વર્ગમાં 50 ટકા વિદ્યાર્થીઅોની સંખ્યાને ધ્યાનમાં રાખી તમામ વિદ્યાર્થીઅોને બોલાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...