તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:સાડા 3 માસ બાદ તંત્રએ કોરોનાથી 1 મોત બતાવ્યું

ભુજ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કચ્છમાં 80 દિવસ બાદ સર્વાધિક 30 કેસ :શહેરોના 18માંથી ગાંધીધામમાં 9, અંજારમાં 4, ભુજમાં 3, ભચાઉમાં 2 કેસ
 • સારવાર હેઠળ 229 દર્દી થતા કોવિડ સેન્ટરની પથારી વધારીને 601 કરાઈ

કચ્છમાં સરકારી તંત્રઅે સાડા ત્રણ માસ બાદ કોરોનાથી વધુ 1 મોત બતાવ્યું છે. બીજી બાજુ જિલ્લામાં કોરોના વધુ 30 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં શહેરોના 18માંથી ગાંધીધામમાં 9, અંજારમાં 4, ભુજમાં 3, ભચાઉમાં 2 કેસનો સમાવેશ થાય છે. જ્યારે ગામડાના 12માંથી તાલુકા મુજબ અંજાર, ભુજમાં 4-4, મુન્દ્રા, નખત્રાણામાં 2-2 કેસનો સમાવેશ થાય છે.

કચ્છ જિલ્લામાં સારવાર હેઠળના દર્દીઅોની સંખ્યા વધીને 229 ઉપર પહોંચી ગઈ છે, જેથી કોવિડ-19 સેન્ટરમાં પથારીની સંખ્યા વધારીને 601 કરી દેવાઈ છે, જેમાં સરકારી 438 અને ખાનગી 163 પથારીનો સમાવેશ થાય છે. અામ, 229 પથારી ભરાયેલી છે અને 372 પથારી ખાલી છે. જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ 5150 પોઝિટિવમાંથી હજુ સુધી 4809 દર્દી સાજા થઈ ગયા છે.

જોકે, સરકારી તંત્રઅે અત્યાર સુધી કોરોનાની સારવાર દરમિયાન 81 મોત બતાવતું હતું. જે વધારીને 82 બતાવ્યા છે, જેમાં ભુજ તાલુકાના જદુરા ગામની વ્યક્તિ ગઈકાલે કોરોનાની સારવાર દરમિયાન દમ તોડ્યા સંભવત્ અે મોત બતાવાયું છે.

કોરોનાથી મોત જાહેર કરવામાં 24 કલાક લાગ્યા
પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના જદુરા ગામની વ્યક્તિ રવિવારે કોરોનાની સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. પરંતુ, દર્દીનું કોરોનાથી મોત થયું છે કે અન્ય બીમારીને કારણે અે પરીક્ષણ બાદ 24 કલાકે જાહેર કરે છે, જેથી કદાચ સોમવાર બતાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો