તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • After 25 Years Of Marriage In Bhuj, The First Wife Was Evicted From The House For The Second Time, A Complaint Against The Husband

પતિ-પત્ની ઓર વો:ભુજમાં લગ્નના 25 વર્ષ બાદ બીજી માટે પહેલી પત્નીને ઘરથી કાઢી મૂકી, પતિ સામે ફરિયાદ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક પુત્ર અને પુત્રીના પિતાએ બીજા નિકાહ કરી પ્રથમ પત્નીને ઘરથી ચાલ્યા જવાનું કહ્યું !

ભુજ શહેરના કેમ્પ એરિયામાં રહેતા 41 વર્ષીય સમીમબેન અબ્દુલ અજીજ સમેજાએ મહિલા પોલીસ મથકે તેના પતિ વિરુદ્ધ ફરિયાદ લખાવી છે કે તેનો પતિ અબ્દુલ અજીજ સમેજા હળવદ ગયા બાદ ત્યાં બીજી યુવતી સાથે નિકાહ કરી લીધા છે અને હવે પરત આવીને મને ઘર છોડી જવાનું કહી માર માર્યો હતો અને ઘર ખાલી કરવા જણાવ્યું હતું.

સમીમબેનની ફરિયાદ અનુસાર તેમના લગ્ન 25 વર્ષ પૂર્વે અબ્દુલ સમેજા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને સંતાનમાં એક પુત્ર (22)અને એક પુત્રી (20)છે. તેમનો સંસાર બરોબર ચાલી રહ્યો હતો. પરંતુ છ માસ પહેલા પતિ અબ્દુલ પત્નીને મૂકીને હળવદ રહેવા ચાલ્યો ગયો હતો અને ત્યાં બીજી યુવતી સાથે નિકાહ કરી લીધા હતા. આ દરમ્યાન જ્યારે ભૂજ આવતો પત્ની સાથે ઝઘડો કરીને ચાલ્યો જતો. હાલ ભુજના અંજલિ નગરમાં આવીને રહેતો પતિ ગત તા. 24ના રોજ ઘરે આવીને પત્ની સમીમબેનને ઘરે જઈ ઘર છોડી જવા અને ઘર ખાલી કરવાનું કહ્યુ હતું. પત્નીએ પુત્રીના લગ્ન સુધી રાહ જોવાનું કહેતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને ગાળાગાળી કરી મારઝૂડ કરી હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...