તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:20 વર્ષ બાદ ભાડાને મળશે પાકું મકાન

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રિ-મંદિર સામે 1.11 કરોડના ખર્ચે કોમર્શીયલ કોમ્પલેક્ષમાંથી કચેરી બનશે
 • નવી ઇમારત માટે રિનોવેશન કામનું કલેકટરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

ભુજમાં ત્રિ-મંદિર સામે કોમર્શીયલ કોમ્પલેક્ષમાં 1.11 કરોડના ખર્ચે સમારકામ કરીને ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ભાડા)નું મકાન બનાવાશે, જેથી ભાડાને 20 વર્ષ બાદ પાકી ઇમારત મળશે.

ગોઝારા ભૂકંપ બાદ છેલ્લા 20 વર્ષથી ભાડાની કચેરી બહુમાળી ભવનની બાજુમાં ફાઇબરના મકાનમાં કાર્યરત હતી. હવે ત્રિ-મંદિરની સામે આવેલા કોમર્શીયલ કોમ્પલેક્ષમાં 1.11 કરોડના ખર્ચે સમારકામ કરીને ભાડાની પાકી કચેરી ઉભી કરવામાં આવશે. તા.30-3, મંગળવારના સત્તામંડળના ચેરમેન અને કલેકટર પ્રવીણા ડી.કે.ના હસ્‍તે રિનોવેશન કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકે મુખ્ય કારોબારી અધિકારી મનીષ ગુરવાની, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જે.એમ.સોલંકી, ભાડાના જુનિયર નગર નિયોજક એસ.એસ.પઠાણ, ચિરાગ ભટ્ટ, દિપેશ જોષી વગેરે હાજર રહ્યા હતા.

વાંચન કેન્દ્ર, સ્પોર્ટસ સંકુલ ઉભું કરાશે
15 હજાર સ્‍કવેરફુટ ક્ષેત્રફળ ધરાવતી ઈમારતના બાંધકામમાં દિવ્‍યાંગો માટે સુવિધાઓ, લોકો માટે વાંચન કેન્દ્ર, વિવિધલક્ષી સ્‍પોર્ટસ સંકુલ સહિતની સુવિધા ઉભી કરાશે. ઈમારતના બાંધકામ માટેના એસ્‍ટીમેટની વહીવટી મંજુરી અપાઈ ગઇ છે, જેની ટેન્‍ડરીંગ પ્રક્રિયા માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાઇ છે.

નવી ઇમારત મળવાની સાથે ખર્ચ બચશે
ભાડાના મુખ્ય કારોબારી અધિકારી મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, ભાડા દ્વારા ઉભા કરાયેલા કોમ્પલેક્ષની દુકાનોનો લાંબા સમયથી કોઇ ઉપયોગ થતો ન હતો. નવી ઇમારત માટે અંદાજિત અઢીથી ત્રણ કરોડ જેટલો ખર્ચ થઇ જાય, જેથી આ કોમ્પલેક્ષમાં જ 1.11 કરોડના ખર્ચે સમારકામ કરી કચેરી ઉભી કરાશે, જેથી ઓછા ખર્ચે ભાડાને પાકું મકાન મળશે. ભૂકંપ બાદ ભાડાની કચેરી બહુમાળી ભવન પાસે કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો