અરજી:હમીરસર પ્રકરણે 31મી સુધી હાઈકોર્ટમાં સોગંદનામું

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેરહિતની અરજી કરનારને સાથે રાખી નિરીક્ષણ થયું

ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવના બ્યુટીફિકેશનની કામગીરી દરમિયાન તળાવની અંદર ઝરૂખા કાઢવાના પ્રકરણે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ હતી, જેમાં ભુજ નગરપાલિકાએ તળાવની અંદરનું બાંધકામ દૂર કરી સોગંદનામું રજુ કરવા કહેવાયું હતું. જે 31મી ડિસેમ્બર પહેલાં રજુ કરાશે. ભુજ શહેરના જાગૃત નાગરિક શ્રીરાજ ગોહિલે હમીરસર તળાવના બ્યુટીફિકેશનના નામે વોટર બોડી અંદર બાંધકામના વિરોધમાં જાહેરહિતની અરજી કરી હતી.

હાઈકોર્ટે ચુકાદામાં ભુજ નગરપાલિકાએ કાયદાની જોગવાઈનું ભંગ કર્યાનું જણાવ્યું હતું અને હમીરસર અંદર કરેલું તમામ બાંધકામ કાઢી લેવા હુકમ કર્યો હતો. જે કાર્યવાહી પૂરી કર્યાનું સોગંદનામું 3 માસની અંદર કરવા પણ જણાવ્યું હતું. જોકે, ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ ત્યારે જ તત્કાલિન કલેકટરે બાંધકામ અટકાવવા સૂચવ્યું હતું,

જેથી કારોબારીએ હમીરસર તળાવની અંદર ઝરૂખા કાઢવાના કામને રદ કરતો ઠરાવ કર્યો હતો. જે બાદ કામ આગળ વધ્યું ન હતું. તાજેતરમાં જાહેરહિતની અરજી કરનારને સાથે રાખી તાજેતરમાં જ મુખ્ય અધિકારી, ઈજનેરે નિરીક્ષણ કરાયું હતું, જેમાં અરજદારે સંતોષ વ્યક્ત કર્યો છે, જેથી હવે 31મી ડિસેમ્બર પહેલાં હાઈકોર્ટમાં સોગંદનામું રજુ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...