તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કુનરિયાના ચકચારી કેસમાં આરોપીઓના આગોતરા નામંજૂર

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વડાલા હુમલા કેસમાં આરોપીના જામીન મંજૂર

ભુજ તાલુકાના કુનરીયા ગામે માનસિક બીમાર જમાઇને માર મારી બચકુ ભરીને કાન કાપી નાખવા કેસમાં બે આરોપીઓની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી હતી તો, મુન્દ્રા તાલુકાના વડાલામાં મકાન પાસે ખાડો ખોદવા મુદે ધારીયાથી હુમલો કરવાના કેસમાં અદાલતે આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર કરી હતી.

કેસની હકિકત મુજબ કુનરીયા ગામના અર્જુનભાઇ ગામોટ માનસિક રીતે બીમાર હોઇ તેની સેવા કરતી પત્નિ કોમલબેનને બળજબરીથી પિયરે લઇ જવા મુદે ઝઘડો કરીને જમાઇને માર મારી બચકુ ભરીને કાન કાપી નાખી તેમજ હાથની કોણી પર છરીથી ઇજા પહોંચાડવાના કેસમાં આરોપી રાણબાઇ અરજણ મઢવી અને લાલજી ઉર્ફે વેલજી દામજી મઢવીએ નામદાર સેશન્સ કોર્ટમાં અગોતરા જામીન અરજી કરી હતી અદાલતે આરોપીની આગોતરા જામીન અરજી રદ કરી હતી. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ પી.વી.વાણીયા, મુળ ફરિયાદ પક્ષે કુલદીપભાઇ જી.મહેતા, ધનસુખ કાપડી, જીગ્નેશ લખતરીયા, દેવરાજ કે ગઢવી, શરદ ભાનુશાલી, હેતલબેન દવે, નરેશ ચૌધરીએ હાજર રહી દલીલો કરી હતી.તો, વડાલામાં આરોપી અલ્તાફ અને મજીદનું ઘર બાજુ-બાજુમાં હોઇ બાથરૂમના સોસ ખાડો આરોપી ખોદતો હોઇ મજીદે કહયું હતું કે, આ ખાડો ઘરને નૂકશાન કરશે ત્યારે આરોપી અલ્તાફ તથ અન્ય એક અ આરોપીઓએ મજીદને માથાના ભાગે ધારીયું અને પગમાં લાકડી મારી ઇજા પહોંચાડી હતી. આરોપી અલ્તાફે ભુજની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરતાં અદાલતે મંજુર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો