કોરોના બેકાબૂ:માધાપરમાં કોરાનાના ભયથી ફાંસો ખાઇ પ્રૌઢનો આપઘાત

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકા માધાપરમાં જુનાવાસમાં રહેતા 55 વર્ષિય પ્રૌઢે શક્રવારે પરોઢે કોરાનાના ભયથી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં પરિવારજનોમાં અરેરાટી સાથે આક્રંદ છવાઇ ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ માધાપર જુનાવાસમાં રામમંદિર પાસે રહેતા ગાંગજીભાઇ મેઘજીભાઇ મહેશ્વરી નામ પ્રૌઢને બે દિવસથી તાવ આવતો હોઇ તેઓ માધાપરમાં તબીબને બતાવા ગયા હતા. જ્યા તેમને કોરોના હોવાની સંભાવના બતાવતાં ગાંગજીભાઇએ કોરોનાની બીકને કારણે સવારના પાંચ વાગ્યાથી છ વાગ્યાના અરસામાં પોતાના ઘરની ચાલીમાં છતની હુંક પર રસો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે હતભાગીના મૃતદેહને પીએમ માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને આગળની કાર્યવાહી કરી છે.

મીઠીરોહરની કંપનીમાં કર્મીએ ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું
મીઠીરોહર ખાતે આવેલી ગર્ગ પ્લમ્બરપ્રા.લી.માં કામ કરતા અને રહેતા 42 વર્ષીય ગીલ વેંકટેશ રાવે પોતાના ઘરમાં જ ગત સવારે 7 વાગ્યા પહેલાં કોઇપણ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લીધું હતું. તેમનો મૃતદેહ રામબાગ હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકને જાણ કરતાં પીએસઆઇ બી.વી.ચુડાસમાએ આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ આદરી છે.

ખંભરામાં ન્હાવા ગયેલા યુવાનને વીજ શોક ભરખી ગયો
તો, અંજારના ખંભરા ગામે રહેતા 26 વર્ષીય અનિરૂધ્ધસિંહ રમુભા ચૌહાણ પોતાના ઘરે બાથરૂમમાં ન્હાવા ગયા હતા ત્યારે અચાનક વીજશોક લાગતાં તેને તેના મામા ભુપતસિંહ નરેન્દ્રસિંહ ઝાલા અંજાર સરકારી હોસ્પિટલ લઇને ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી આ બાબતે અંજાર પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...