તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:કુનરીયામાં મહિલા-બાળ વિકાસ વિભાગ અને પંચાયત દ્વારા કિશોરી મેળો યોજાયો

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કુનરીયા પંચાયત દ્વારા ગત વર્ષે બાળ કેન્દ્રિત કરેલી કામગીરીનો પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પંચાયત દ્વારા બાલિકા મંચની રચના કરાઈ હતી. જેમાં 15 દીકરીઓ, કિશોરીઓ નિયમિત મિટિંગ કરશે અને ચર્ચાયેલા પ્રશ્નો પંચાયતને જણાવશે. આવા પ્રશ્નો પંચાયતે પોતાની ગ્રામસભાના એજન્ડા તરીકે સ્વીકારી અને એના પર ઉપચારાત્મક કામ કરવાનું થશે. કિશોરીઓના શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, બાળમજૂરી, બાળ લગ્ન, બાળ હિંસા જેવા પ્રશ્નોની ચર્ચા અને ચિંતા કરશે. ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પોષણ સંબંધિત વિવિધ કેન્દ્ર સરકારની યોજનાઓના સોશિયલ ઓડીટમાં સક્રિય રીતે ભાગ લેશે. બાલિકા મંચની રચના બાદ કિશોરીઓ સાપસીડીની રમત રમાડવામાં આવી હતી. જેમાં કિશોરીઓને જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ દરમિયાન આવતી મુશ્કેલી આ રમત દરમિયાન જણાવવામાં આવી હતી.

ઉચ્ચ શિક્ષણ મેળવવું, માસિક ધર્મ દરમિયાન રાખવાની કાળજી સમજાવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એ.પી રોહડીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ ડોરીયા, મહિલા વિકાસ અધિકારી ચેતનભાઇ લોરીયા, શેજાના સુપરવાઇઝર મેઘાબેન મહેતા, પ્રેમભાઈ બલિયા, ધવલભાઈ આહિર, જાગૃતીબેન ગઢવી, 80 જેટલી કિશોરીઓ ઉપરાંત આશાવર્કર બહેનો, આંગણવાડીના કાર્યકરો હાજર રહ્યા હતા. સરપંચ સુરેશ છાંગાએ સૌને આવકાર્યા હતા. સંચાલન ભારતી ગરવા અને ભુરાભાઈ આહિર, કૈલાશ ચાડ, છાયાબેન આહિર વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો