તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિશોર ડૂબ્યો:માંડવીના વાંઢમાં ડુબી જવાથી જગદીશનો જીવનદીપ બુઝાયો

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલ સમગ્ર કચ્છ જિલ્લામાં ઠેર ઠેર ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે રિધ્ધિ સિધ્ધિના દાતા એવા વિગ્નહર્તાના ધાર્મિક કાર્યક્રમો ઉજવાઇ રહ્યા છે. સ્થાપન બાદ વિસર્જન માટે ભાવિકો શોભાયાત્રા સાથે તળાવો, ડેમોમાં મોટી સંખ્યામાં એકત્રિત થઇ રહ્યા છે. ત્યારે આવા પ્રસંગે બેદરકારીના થકી ગંભીર ઘટનાઓ બની રહી છે. આવી જ એક ઘટના મંગળવારે સાંજે માંડવી તાલુકાના વાંઢ ગામે નાની સીંચાઇ યોજના હેઠળ બનેલા ડેમ પર બની છે. વાંઢ ગામે રહેતા 17 વર્ષીય જગદીશ કાનજીભાઇ સંઘાર નામના કિશોરનું અકસ્માતે ડેમમાં ડુબી જવાથી મોત નિપજ્યું છે. માતા-પિતાના એકના એક સંતાનનું મોત થતાં પરિવારજનો વાંઢ ગામ સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

ગઢશીશા પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના વાંઢ ગામે આવેલા નાની સિંચાઈના ડેમમાં મંગળવારે બપોરે ગણેશ ઉત્સવના આયોજનમાં પાંચમાં દિવસે વિસર્જનના કાર્યક્રમમાં આ બનાવ બન્યો હતો. ગણપતિ વિસર્જન માટે શોભાયાત્રામાં લોકો જોડાયા હતા. દરમિયાન જગદીશ લોકો સાથે ડેમના પાણીમાં ઉતર્યો હતો. ત્યારે ડેમના ઉંડા પાણીમાં ડૂગરકાવ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં ગઢશીશા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચીને માંડવી મામલતદારને જાણ કરાતાં જંગલ ખાતાની ટીમ દોડી આવી હતી. ગ્રામજનોની મદદથી ભારે શોધખોળ બાદ બુધવારે હતભાગી કિશોરની લાશ મળી આવી હતી. ગણેશ વિસર્જન દરમિયાન ગામના તરૂણનું ડૂબી જવાથી મોત થતાં પરિવારજનો તેમજ સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોક ફેલાઇ ગયો હતો.

ડેમમાં ઉંડા ખાડામાંથી બીજા દિવસે લાશ મળી
ડેમમાં ચોમાસા પૂર્વે કરેલા ખાણેતરાને કારણે ખાડાઓ હોઇ ઉત્સાહ સાથે ડેમમાં ઉતરેલો કિશોર ડેમના એક ખાડામાં ગરકાવ થઇ જતાં ભારે શોધખોળ બાદ હતભાગીની લાશ બીજા દિવસે સવારે મળી આવી હતી. પોલીસે મૃતકદેહની પીએમ સહિતની કાર્યવાહી હાથ હતી.

અન્ય સમાચારો પણ છે...