ક્રિકેટ ટુર્નામેન્ટ:જ્યુબિલી મેદાનમાં આવતીકાલે મહિલા દિવસે કિશોરી ક્રિકેટ લીગનું આયોજન

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુકમા, મોટા અંગીયા, કુનરીયા, ભુજ, હીરાપરની 6 ટીમો જોડાશે

ક્રિકેટ આમ તો ભારતની રાષ્ટ્રીય રમત નથી પણ ભૂલકાઓથી માંડી સૌ કોઈ ક્રિકેટ પ્રત્યે લગાવ ધરાવે છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દ્વારા પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવે છે. રવીવારે વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાનને પરાસ્ત કરીને ભારતે જીત મેળવી હતી ત્યારે ભુજના આંગણે મહિલા દિન નિમિત્તે ખાસ કિશોરીઓ માટે ફ્રીડમ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે.

કચ્છ મહિલા વિકાસ સંગઠનની 32 વર્ષની સફરમાં છેલ્લા 5 વર્ષથી યુવા કિશોરીઓ પણ જોડાઈ રહી છે ત્યારે તેમને પ્રોત્સાહન આપવા માટે ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે મહિલા દિવસના અવસરે જ ફ્રીડમ કપ - કિશોરી લીગનું આયોજન કરાયું છે.

જેમાં સવારે 8:30 થી 1 : 30 સુધી લીગ મેચ રમાશે,બપોરે 2 : 45 થી 4 વાગ્યા સુધી સેમી ફાઇનલ અને સાંજે 4 થી 5 : 30 સુધી ફાઇનલ મેચ રમાયા બાદ ટ્રોફી વિતરણ કરવામાં આવશે.આ ટુર્નામેન્ટમાં કુકમા, મોટા અંગીયા, કુનરીયા, ભુજ, હીરાપર સહિત 6 ટીમો જોડાશે.કિશોરીઓ માટે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સમાજને નવો રાહ અને સંદેશો આપે છે.

અન્ય સમાચારો પણ છે...