તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:નર્મદાના વધારાના પાણી માટે ટૂંક સમયમાં વહીવટી મંજૂરી મળશે

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના ધારાસભ્યો, સાંસદ, સંતોએ ગાંધીનગરમાં સીએમને સન્માન્યા

કચ્છને નર્મદાનું વધારાનું એક મિલિયન એકર ફીટ પાણી આપવા 3475 કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રીનું કચ્છના ધારાસભ્યો, સાંસદ, સંતો-મહંતોએ ગાંધીનગરમાં અભિવાદન કર્યું હતું. અભિવાદન ઝીલતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, વધારાનું ૧ મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાની યોજનાને વહીવટી મંજૂરી ટૂંક જ સમયમાં મળી જશે. આ અંગેની સૂચના તાજેતરની કેબિનેટ બેઠકમાં આપવામાં આવી છે. ડિસેમ્બર સુધીમાં આ યોજનાના વિકાસ કાર્યો આરંભી દેવાશે.

તેમણે કહ્યું કે, પાણી વગર વિકાસ શક્ય નથી આથી કચ્છના સર્વાંગી વિકાસ માટે કેવડિયાથી કચ્છ સુધીની ૫૫૦ કિલોમીટર લાંબી પાણીની પાઇપલાઇન નાખી આ સરકારે નેવાના પાણી મોભે ચડાવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારે નર્મદાના પાણી છેવાડાના વિસ્તારોમાં પહોંચાડવા માટે બજેટની માંગ સામે ફાળવણીમાં એક રૂપિયાનો પણ ઘટાડો ક્યારેય કર્યો નથી.

પ્રવાસન રાજ્ય મંત્રી વાસણભાઇ આહિરે મુખ્યમંત્રીએ ૧ મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાસૈદ્ધાંતિક મંજૂરી આપતા અષાઢી બીજે કચ્છના ઘરે ઘરે લાપસીના આંધણ મુકાશે.આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેંદ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, નિમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા તેમજ કચ્છના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...